Quantcast
Channel: Religion & Spirituality – chitralekha
Viewing all articles
Browse latest Browse all 716

સંસ્કારોનું પરિવર્તન

$
0
0

એક મિનિટ માટે આપણે જે સકારાત્મક ચિંતન કરીએ છીએ તેની અસર પછીના એક કલાક થી વધુ સમય સુધી રહે છે. શરૂઆતમાં એક મિનિટનો પ્રભાવ 5 કે 10 મિનિટ સુધી રહે છે. ત્યારબાદ ધીરે ધીરે તે 10 થી 15 મિનિટ સુધી પહોંચે છે. પછી આપણે અનુભવ કરીશું કે વધુ સમય સુધી આપણે સ્થિર રહી શકીએ છીએ. હવે આપણે તે એક મિનિટ ઉપર આધારિત નથી. જેવું દર્દ શરૂ થાય છે કે તરત આપણે જાગૃત થઈ જઈએ છીએ અને સકારાત્મક વિચારો શરૂ કરી દઈએ છીએ.

જેવી રીતે આપ ક્યાંક જઇ રહ્યા છો, આપના પુત્રનો હાથ આપના હાથમાં છે. આપ જ્યાં જશો ત્યાં તે સાથે આવશે. આ સમયે આપ એ ધ્યાન પણ રાખો છો કે પુત્રને કોઈ નુકસાન ન થાય. તેવી જ રીતે આપણે સતત આપણા મનનું ધ્યાન રાખીશું તો ખુશી તેની જાતે જ અનુભવ થતી રહેશે. જો આપની અંદર કોઈ દર્દ છે તો આપ ક્યારેય કોઈને ખુશી કે પ્યાર નહીં આપી શકો. આપણે એક મિનિટ માટે પોતાના સંકલ્પોને જોવાના છે. ત્યારબાદ દર કલાકે રીપીટ કરવાના છે. આ માટે આપણને કોઈ અલગ સમય કે પરિસ્થિતિની જરૂર નથી. આપ જ્યાં પણ બેઠા છો ઓફિસમાં કે ઘરમાં કે અન્ય કોઈ સ્થળે, આપ આપના સંકલ્પોને જોવાના શરૂ કરો અને ખૂબ જ શક્તિશાળી તથા સુંદર સંકલ્પ ઉત્પન્ન કરો. જ્યારે આપણે ખુશીના સ્તરને જોઈએ છીએ ત્યારે સમજમાં આવે છે કે તે કેવી રીતે ઉપર નીચે થઇ રહી હતી! તથા એ પણ સમજમાં આવી ગયું છે કે ખુશીને સ્થિર રાખવાની રીત કઈ છે તથા આપણે ખુશીને સ્થિર કેવી રીતે રાખી શકીએ?

દર કલાકે આપણે ચેક કરીએ કે આપણી અંદર જે મન રૂપી બાળક છે તે અહીં-ત્યાં ક્યાંક ભાગીતો નથી જતું! તેને પૂછો તે ઠીક છે? તેને કોઈ મુશ્કેલી તો નથી? ખુશીનું લેવલ બરાબર છે? દિવસ દરમિયાન જીવનમાં એવી ઘણી ઘટનાઓ બને છે જેના કારણે આપણી ખુશીનું લેવલ ઉપર નીચે થઈ જાય છે. પરંતુ જે પહેલા મુશ્કેલ લાગતું હતું તે હવે સરળ લાગે છે. આપણા જીવનની યાત્રા દિવસે ને દિવસે સરળ બની જાય છે. જાગૃતિ એવી બાબત નથી કે આજે વિચાર્યું અને આજે જ થઈ ગયું. આપણા સંસ્કાર ઘણાં પાકા થઇ ગયા છે.

ઘણીવાર એવું લાગે છે કે બધું ઠીક થઈ ગયું છે. પરંતુ આપણે અનુભવ કરીએ છીએ કે ફરીથી પહેલાની આદત પ્રમાણે વ્યર્થ વિચારો શરૂ થઈ જાય છે. હવે મને એ ખબર છે કે મનના વિચારો હું પોતે જ ઉત્તપન્ન કરું છું. હું જેટલો જલ્દી આ બાબતમાં નિર્ણય કરીશ તેટલું જલ્દી હું મનને સ્વસ્થ બનાવી શકીશ. આપણે પોતાને પ્રશ્ન પૂછવો જોઈએ કે કેટલા સમયે માટે મારે મૂંઝવણમાં, દર્દમાં, દુઃખ માં રહેવું છે? જ્યારે પણ એવી પરિસ્થિતિ આવે ત્યારે આપ આપનું ધ્યાન રાખવાનું શરૂ કરી દો. જે મનમાં પકડી રાખેલું છે તેને છોડતા જઈએ. જેટલો વધુ સમય સુધી એ વાતને પકડી નાખીશું તો પછી તેને છોડવાનું એટલું જ મુશ્કેલ બનતું જશે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)


Viewing all articles
Browse latest Browse all 716

Latest Images

Trending Articles



Latest Images

<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>