Quantcast
Channel: Religion & Spirituality – chitralekha
Viewing all articles
Browse latest Browse all 717

સાચા પ્રેમનો અર્થ – શબ્દોને પરે છે

$
0
0

તમે જાણો છો. સાચા પ્રમેનો શું અર્થ થાય છે. શું તમે તેની શોધમાં છો. સદગુરુ તમને જણાવશે એક એવી અદભુત પ્રકિયા, જેના થકી તમે શબ્દોને પર જઈ, સાચા પ્રેમની ઓળખ કરાવશે.

સદગુરુ: અંગ્રેજીમાં એક સુવાક્ય છે “ફોલિંગ ઈન લવ”, એનો અર્થ “પ્રેમમાં પડવું”. અહીં મહત્વનું છે કે, આપણે પ્રેમ પડીએ છીએ, આપણો પ્રેમમાં ઉદય કે ઉદ્ધાર થતો નથી. કારણ કે, તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો, તે એક સમયે તમારાથી દૂર થશે. શક્ય છે, સંપૂર્ણ રીતે નહીં તો, આંશિક રીતે, પણ તે હકિકત છે. માત્ર પ્રેમ ખાતર તમે અન્યને માટે પોતાની જાતનો નાશ કરવા પણ તૈયાર થઈ જાવ છો, તેનો ચોક્કસ અર્થ એ છે કે, તમે તમારી જાત કરતા બીજાને વધુ મહત્વ આપો છો.

પ્રેમ, નફા નુકસાનનું ગણિત નથી.

મોટાભાગના લોકો “પ્રેમ”ને માત્ર નફા નુકસાનના ત્રાજવે જ જોખે છે. એક સમયની વાત છે, એક શંકરન પિલ્લાઈ નામનો માણસ એક વખત બગીચામાં ગયો હતો. ત્યાં તેણે  બાંકડા પર એક સુંદર સ્ત્રી જોઈ. સ્રીને જોતા જ તે, એજ બાંકડા પર જઈને બેઠો. થોડી વાર પછી તે સહેજ સ્ત્રીની નજીક ગયો, તો પેલી સ્ત્રી પણ થોડી ખસી, વળી, પાછો થોડા સમય પછી શંકરન પાછો સહેજ પેલી સ્ત્રી નજીક ગયો. વળી પાછી સ્ત્રી થોડી ખસી. આમ કરતા કરતા પેલી મહિલા બાકડાંના કિનારા સુધી આવી ગઈ. ત્યારે શંકરને પેલી સ્ત્રીનો હાથ પોતાના હાથમાં લીધો અને ઘુંટણીયે બેસી ગયો અને હાથમાં ફુલ રાખી પેલી સ્ત્રીને બોલ્યો કે, “હું તને પ્રેમ કરું છું. મેં ક્યારેય મારા જીવનમાં કોઇને પ્રેમ નથી કર્યો.”

શંકરનના આ પ્રેમ ભર્યા અંદાજથી સ્ત્રી, પીગળી ગઈ અને તેના પ્રેમનો સ્વીકારા કર્યો. સાંજ પડી, શંકરનને મોડું થતું હતું. શંકરન પિલ્લાઈ ઊભો થયો અને બોલ્યો, “આઠ વાગ્યા છે, મારે હવે જવું પડશે, મારી પત્ની રાહ જોતી હશે.”.

પેલી સ્ત્રી બોલી “શું? તું જઈ રહ્યો છે? તે હમણા જ કહ્યું હતું કે તું મને પ્રેમ કરે છે!”

“હા પણ હવે મારો જવાનો સમય. થઈ ગયો છે.”

સામાન્ય રીતે, આપણે આપણા માળખા રહીને સંબંધો બાંધીએ છીએ. સાથે આપણે જે સંબંધોમાં કમ્ફર્ટેબલ અને ફાયદો જોતા હોઈએ છીએ. લોકોની શારીરિક, મનોવૈજ્ઞાનિક, ભાવનાત્મક, આર્થિક અથવા સામાજિક જરૂરિયાતો હોય છે. આ જરૂરિયાતો આધીન અને તેને પૂર્ણ કરવાની શ્રેષ્ઠ માર્ગ કોઈને કહેવું કે, “હું તને પ્રેમ કરું છું.” આ કહેવાતો “પ્રેમ” એ મંત્ર સમાન બની ગયો છે. પણ શું આ યોગ્ય છે? આમ કહીને તમે સામેવાળી વ્યક્તિને શું કહેવા માંગો છો, તેનો વિચાર કરવાનો પ્રયાસ કરી જુઓ.

આપણે જે પણ કાર્ય કરીએ છીએ. તે કોઈ જરૂરિયાતો સંતોષવા માટે કરતા હોઈએ છીએ. જો તમે ધ્યાન આપશો તો, ખ્યાલ આવશે કે, કુદરતી રીતે જ તમારો પ્રેમ વધી રહ્યો છે. પણ લોકો પોતાની જાતને છેતરીને એવો વિશ્વાસ કેળવે છે, કે, તેઓ સુખ, સગવડ અને આરામ માટે સંબંધો બાંધ્યા છે. તે, વાસ્તવમાં પ્રેમનાં સંબંધો છે. હું એમ નથી કહેતો કે આ પ્રકારના સંબંધોમાં પ્રેમની કોઈ અનુભુતી નથી હોતી, પરંતુ તેમાં પ્રેમની ચોક્કસ મર્યાદા હોય છે. આ શબ્દોથી કોઈ ફકર નથી પડતો કે, “હું તમને કેટલો પ્રેમ કરું છું” જો અમુક અપેક્ષાઓ અને જરૂરીયાત ન સંતોષાય તો, પ્રેમ ઓછો થતો જણાય છે.

સાચો પ્રેમનો અર્થ

જ્યારે તમે પ્રેમની વાત કરો, ત્યારે તે બિનશરતી હોય તે જરૂરી છે. જો કે શરતી અને બિનશરતી પ્રેમ જેવી કોઈ વસ્તું જ નથી. અહીં તો માત્ર પ્રેમ અને શરતો જ છે. જે ક્ષણે શરત આવી કે, એજ ક્ષણે પ્રમે મટીને વ્યવહાર થઈ ગયો. શક્ય છે કે, ગમે તેવો અનુકૂળ વ્યવહાર, સારી ગોઠવણ, અથવા તો, જીવનમાં ઉત્તમ વ્યવસ્થા કરી હોય. પણ આ તમામ કિમીયા વ્યક્તિને પરિપૂર્ણ કરશે નહીં;  તેઓ ક્યારે પણ સાચા પ્રેમની અનુભુતી નહી કરી શકે. તેઓ જીવનમાં માત્ર અનુકૂળતા અને સમાધાન સાધતા રહેશે.

જયારે તમે કોઈને “પ્રેમ” કરો છો, ત્યારે તમારે તેને અનુકૂળ થવાની જરૂરી નથી; જો કે મોટાભાગે આવું નથી બનતું. પ્રેમ કરવો સહેલો નથી, કારણ કે પ્રેમ સ્વને ખાય છે. જો તમે કોઈના પ્રેમમાં હોવો, તો તમારે તમારું સ્વ ભુલવું પડે. ત્યારે જ એક વ્યક્તિ તરીકે તમે પ્રેમમાં પડી શકો. આ માટે તમારે મક્કમ થવું પડે, અન્યથા તમે માત્ર અનુકૂળ પરિસ્થિતિમાં છો એનાથી વધારે કશું જ નથી. અહીં આપણે એ ઓળખી કાઢવું જોઈએ કે, શું આ વ્યવહાર છે કે, ખરેખર પ્રેમ. જો કે, પ્રેમ કોઈ ચોક્કસ વ્યક્તિ સાથે થવો જરૂરી નથી; તમે એક ઉચ્ચ કોટીનો પ્રેમ માત્ર વ્યક્તિ સાથે નહીં પણ, તમે તમારી જાત કે જીવનને પણ પ્રેમ કરી શકો છો.

તમે જે કરો છો, અથવા જે નથી કરતા તે, તમારી આસપાસના સંજોગોને આધીન છે. આપણું વર્તન બાહ્ય પરિસ્થિતિના આધારે છે. તમે જે કાંઈ પણ કરો છો તે, કાયમ ઘણી શરતોને આધીન હોય છે. પરંતુ પ્રેમ આંતરિક બાબત છે, અને આ આંતરીક પ્રેમ ચોક્કસપણે બિનશરતી કરી શકો છો.

સ્વને પ્રેમ કરો

જો તમે જીવંત છો, તો સ્વાભાવિક રીતે દરેક મનુષ્ય પ્રેમ કરવા સક્ષમ છો, પરંતુ કમનસીબે, ઘણા લોકો પોતાની જાતને અમુક પ્રકારની માન્યતાઓ, રૂઢીઓ, વિચારધારાઓ અને ફિલસૂફીઓ સાથે સાંકળી દે છે. ત્યારબાદ જીવનમાં પ્રેમ સિવાયની તમામ વસ્તુઓ અસ્તીત્વ ધરાવે છે.

પ્રેમ સ્વર્ગથી નથી ઊતર્યો

મોટાભાગના લોકો ભગવાનને પ્રેમ કરે છે, અને સામે એવું પણ માને છે કે ભગવાન પણ તેઓને પ્રેમ કરે છે. આ ધારણા મુજબ તો, પ્રેમ સ્વર્ગમાંથી ઉતરી આવ્યો હોય તેવું લાગે છે. પણ શું ખરેખર ભગવાન તમને પ્રેમ કરે છે કે નહીં?  આ વાત ગમે તે મગજની ઉપજ હોય, પણ આ વાત સર્જન કરનારના મગજને સત સત પ્રણામ છે. – પરંતુ તમે નથી જાણતા, એ પ્રેમ છે, આનંદ છે, કે શાંતિ.

પ્રેમ માનવીય લાગણી છે

મનુષ્ય જ્યારે ઈચ્છે ત્યારે પ્રેમ કરવા સક્ષમ છે, પણ કમનસીબે આપણે સ્વર્ગમાં સુંદર જીવનની આશાએ અહીં નિરર્થક અને નીરસ જીવન જીવવા માંગીએ છીએ. પ્રેમ, આનંદ, પરમાનંદ આ માનવ જીવનમા શક્ય છે.

તે સરળ પ્રક્રિયા છે

બીજા કોઈને પ્રેમ કરવો એ પ્રેમ નથી. પ્રેમ બે લોકો વચ્ચે ક્યારેય નથી થતો. તમારી અંદર જ પ્રેમ છે, અને તે પ્રેમ માટે તમારે કોઈના ગુલામ થવાની જરૂર નથી. દરરોજ 15 થી 20 મિનિટ કોઈપણ વસ્તુ, જેમકે, એક વૃક્ષ, પથ્થર, અથવા કોઈ કૃમિ કે જંતુ પાસે બેસી જાવ. અમુક સમય પછી, તમને લાગશે કે તમે તે વસ્તુ પર તમારી પત્ની કે પતિ, માતા કે બાળક કરતા વધુ પ્રેમથી જોઆ લાગ્યા છો. કદાચ કૃમિ કે પથ્થરને આ વાતની જાણ પણ નહી હોય. કોઈ ફરક નથી પડતો, આ જ રીતે તમે તમારી આસપાસની ચીજવસ્તુંને  પ્રેમથી જોઈ શકો છો, તો તમારા માટે સમગ્ર વિશ્વમાં સુંદર બની જશે. તમેને ખ્યાલ આવશે કે, તમે જે કરો છો એટલો જ પ્રેમ નથી; પણ તમે ખુદ જ પ્રેમ બનો છો.

(સદ્‍ગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કારપદ્મ વિભૂષણઆપવામાં આવ્યો છે. સાથે તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટમાટી બચાવોના સ્થાપક છે જે 4 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.


Viewing all articles
Browse latest Browse all 717

Latest Images

Trending Articles



Latest Images

<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>