Quantcast
Channel: Religion & Spirituality – chitralekha
Viewing all articles
Browse latest Browse all 717

ડર ને દૂર કરવા આપણી માન્યતાઓ બદલીયે

$
0
0

જ્યારે આપણે આપણા જીવનને જૂદા જ દ્રષ્ટિકોણથી જોવાનું શરૂ કરીએ છીએ ત્યારે તેનો આપણા જીવનમાં સમાવેશ કરવાનું પણ લક્ષ્ય રાખીએ છીએ. અત્યાર સુધી આપણે તણાવ સંબંધીત અલગ માન્યતાઓ હતી. જેના ઉપર આપણું જીવન આધારિત હતું. હવે સાચી સમજ મળ્યા બાદ ધીરે – ધીરે તે તૂટતી જઈ રહી છે. આપણે જોયું કે ખોટી માન્યતાઓને કારણે આપણા જીવનમાં ડર તથા સમસ્યાઓ આવી રહી હતી. પરંતુ જો આપણે તે માન્યતાઓને બદલી નાંખીએ તો જીવનમાં આવતી સમસ્યાઓથી બચી શકીએ છીએ.

આ સમગ્ર ખેલ આપણ વિચારો તથા માન્યતા ઉપર આધારિત છે. એક ખોટી માન્યતા આપણા સમગ્ર જીવન ઉપર ખૂબ મોટો પ્રભાવ પાડી શકે છે. કોઈપણ માન્યતા જે આપણને દુઃખી કરે છે એ આપણા માટે ખોટી છે. તણાવ સ્વાભાવિક નથી જ્યારે શાંતિ, આરામ, સ્થિરતા એ સ્વાભાવિક છે. આપણા શરીર માટે આપણી માન્યતા છે કે સંપૂર્ણ સ્વસ્થ શરીર સ્વાભાવિક છે. એ લક્ષ લઈને આપણે શરીરનું ધ્યાન રાખીએ છીએ તો તે હંમેશા ઠીક રહે છે. જ્યારે પણ તબિયત બરાબર ન હોય તો તરત જ આપણે તેની તપાસ કરાવી અને તેને ઠીક કરવા પ્રયત્ન કરીએ છીએ.

અત્યારે આપણે એટલા બધા તણાવમાં છીએ કે થોડું માથું દુ:ખવું, પેટમાં દુ:ખાવો થવો તે સ્વાભાવિક લાગે છે. વાસ્તવમાં માથું દુ:ખવું એ સ્વાભાવિક નથી. પરંતુ આપણે એ બાબતનો સ્વીકાર કરી લીધો છે કે આ તો સામાન્ય બાબત છે. જો આપણે માથાના દુ:ખાવા માટે વિવિધ ટેસ્ટ કરાવીએ છીએ તો રિપોર્ટ જોઈને ડોક્ટર કહે છે કે બધુ બરાબર છે. પરિણામે આપણે તેને સ્વાભાવિક ગણી લઈએ છીએ. વાસ્તવમાં માથાના દુ:ખાવાનો ઈલાજ આપણા વિચારો પર આધાર રાખે છે. જો હું શારીરિક કે ભાવનાત્મક રીતે દર્દમાં છું તો મારા સંબંધ-સંપર્કમાં આવનાર વ્યક્તિઓને શું આપીશ?  જે મારી પાસે છે તે જ આપીશ ને! પરિણામે આ સંબંધોમાં પરસ્પર અવિશ્વાસ તથા ટકરાવનો અનુભવ થાય છે. આને પણ આપણે જીવનમાં સ્વાભાવિક ગણી લઈએ છીએ.

આજે આપણો તણાવ પરિસ્થિતિ ઉપર આધારિત રહે છે. ઘણી વ્યક્તિઓ નાની નાની બાબતોમાં પરેશાન થઈ જાય છે જ્યારે કોઈ મોટી પરિસ્થિતિ આવે છે ત્યારે સુરક્ષિત રહે છે. આનું કારણ એ છે કે નાની-નાની બાબતોમાં તણાવમાં આવવું તેઓને સ્વાભાવિક લાગે છે. જ્યારે કોઈ મોટી પરિસ્થિતિ આવે છે ત્યારે તેઓ પોતાની જવાબદારી સમજે છે કે મારે આ પરિસ્થિતિનો સામનો કરવાનો છે આ મારી જવાબદારી છે. બધાને સાથે લઈને તેઓ તણાવને દબાવીને તે પરિસ્થિતિને પાર કરે છે.

 


Viewing all articles
Browse latest Browse all 717

Latest Images

Trending Articles



Latest Images

<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>