Quantcast
Channel: Religion & Spirituality – chitralekha
Viewing all articles
Browse latest Browse all 725

શું આપણે આપણાં બાળકોને આફતની ભેટ આપીશું?

$
0
0

પરિયાવરણીય સંકટો હવે કલ્પિત વાતો રહી નથી. હકીકતો એવી રીતે ગોઠવાયેલી છે કે તે એક સ્પષ્ટ વિધાન છે. અત્યારે આપણે જે રીતે આગળ વધી રહ્યા છીએ, તે એક આફતજનક રસ્તો છે. પણ આપણે તેને “રોજનો ધંધો” કહીએ છીએ. જો આપણે “રોજના ધંધા” સાથે આગળ વધીએ છીએ, તો ગ્રહ તેની કાર્યરત રીતથી ખૂબ ગંભીરરીતે કામ ખેંચી શકશે.

લોકો કહે છે કે રિસાયકલિંગ, વૈકલ્પિક ઉર્જાનો ઉપયોગ અને આવા સમાન વિચારો મદદરૂપ થશે. હા, તે બધા જ ઉપયોગી થશે, પણ ખૂબ જ મામૂલી માત્રામાં. હાલમાં, બધી જ વૈકલ્પિક ઉર્જા ઉત્પન્ન કરતી પધ્ધતિઓનો સરવાળો કરતાં તે દુનિયામાં જરૂરી ઉર્જાના ટકાવારીના અમુક અંક જ થાય છે. હું તેને વખોડી કાઢવા માંગતો નથી. તેઓ ચોક્કસ રીતે જરૂરી છે, પણ આપણે હજી સુધી ઈલાજ શોધી નથી રહ્યા, આપણે આફતની ગતિમાં માત્ર ઘટાડો કરવાનું જોઈ રહ્યા છીએ. આપણે આપણાં બાળકોને આફતની ભેટ આપવાનું ઈચ્છીએ છીએ, આપણે તે આપણાં સમયમાં થાય તેવું ઇચ્છતા નથી.

જો આપણે માનવતાની દ્રષ્ટિએ ગંભીર છીએ, તો એક વાત આપણે સમજવી જરૂરી છે કે બધા જ પરિસ્થિતિવિષયક સંકટો એટલા માટે આવ્યા છે કેમ કે માણસોનું બેજવાબદરીપૂર્વકનું પ્રજનન. આજે, આપણે આપણી બુધ્ધિ અને ટેક્નોલોજીની મદદથી જોઈ શકીએ છીએ કે મોટા ભાગના દેશમાં પ્રત્યેક બાળક જે જન્મે છે તે જીવી જાય છે. બાળ મૃત્યુદર ઘણા દેશોમાં બહુ જ નીચો આવી ચૂક્યો છે, જો કે ભારત સહિતના બીજા ઘણા બધા દેશોમાં તેના પર કામ કરવું ઘટે છે. તબીબી વિજ્ઞાને મૃત્યુને પાછળ ઠેલવ્યું છે, પણ આપણે જન્મને પાછું ઠેલવવા તૈયાર નથી.

આપણે જે પરિસ્થિતિમાં છીએ તેને સમજવી ખૂબ મહાત્વપૂર્ણ છે. જે દરે વસ્તુઓ આગળ વધી રહી છે, લોકો કહે છે કે આ ગ્રહ પર આપણાં માટે માત્ર 15-20 વર્ષ જ બાકી રહ્યા છે. ગ્રહ પાસે પ્રચંડ સામર્થ્ય છે કે તે થયેલ નુકસાનને ભરપાઈ કરી શકે, પણ આપણે તેને ચોક્કસ સમય આપવો પડે, નહિતર તે નહીં કરી શકે. તેથી, આપણે તેને સભાનપણે કરીએ અથવા તો માં ધરતી તેને આપણી સાથે ક્રૂરતાપૂર્વક કરશે.

આ સંભાવના આપણી સામે ઊભરી રહી છે, પણ આપણે સ્વ-વિનાશની સ્થિતિમાં છીએ. આને કયામતના દિવસની ભવિષ્યવાણી તરીકે લેવાની જરૂર નથી. આપણે જે કાઈનો સામનો કરી રહ્યા છીએ તેની ગંભીરતાનું ભાન થવું મહત્વપૂર્ણ છે. તમે ટચૂકડી આંગળીથી એક ટન વજન ઊંચકવાનો પ્રયત્ન કરશો નહીં. પણ હાલ આપણે તે જ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણે મોટા સંકટને અહી-તહી નાના પ્રોત્સાહનથી સાંભળવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જો તમે ઈલાજ માટે ગંભીર છો, તો તે રીતે તેને સંબોધવું અયોગ્ય છે.

પરિયાવરણની સમસ્યાના ઈલાજ માટે વધુ ગંભીર થવાની જરૂર છે. હજું પણ આપણે કોઈને સંતોષ આપવા પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણે કોઇની સામે પર્યાવરણ-મિત્ર બનવાનો દેખાડો કરી રહ્યા છીએ. આપણે મૂળ સમસ્યાને જોઈ રહ્યા નથી જે હાલ આકરી સ્થિતિમાં છે. જો આપણે અત્યારે કોઈ સુધારાત્મક પગલાં લેતા નથી તો આપણે એવો વારસો મૂકીને જઈશું જેના માટે આપણે સ્વયં શરમ અનુભવીશું અને જેના માટે આપણને આપણાં બાળકો અને આવનારી પેઢી ગુન્હેગાર ગણશે અને ધિકકારશે.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 3.9 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.


Viewing all articles
Browse latest Browse all 725

Latest Images

Trending Articles



Latest Images

<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>