Quantcast
Channel: Religion & Spirituality – chitralekha
Viewing all 715 articles
Browse latest View live

સત્તા અને રહસ્યોનો અતૂટ સંબંધ ક્યારેક રાષ્ટ્રોનું ભાવિ પણ બદલે છે

$
0
0

રળ લાગતી વાતોમાં પણ ક્યારેક રહસ્ય છુપાયેલા હોય છે. મનુષ્યની ઉત્કંઠા તેને સર્જક બનાવી દે છે, અજાણ્યી દુનિયામાં લઇ આવે છે. રશિયાના ઇતિહાસમાં એક એવો કિસ્સો બન્યો કે તેણે રશિયાનું રાજકીય ભવિષ્ય બદલી નાખ્યું. રાજા-મહારાજાઓને પોતાનું જીવન ટકાવી રાખવા માટે ઘણી ખેવનાઓ હોય છે, મૃત્યુનો ડર સૌથી વધુ રાજાને જ હોય છે. તેઓ હંમેશા સુપર પાવરની તલાશમાં હોય છે. કેટલીક વાર સત્તા અને રહસ્યોની દુનિયાને સીધો રસ્તો મળી જતો હોય છે. સત્તા એવી ધાર્મિક સત્તા અને ક્યારેક અંધશ્રદ્ધાને રસ્તે પણ આવી ચડે છે.

મેડમ સુંદ નામક એક સ્ત્રી અનેક મૃતાત્માઓ સાથે વાત કરી શકે છે. તેઓએ અનેક મૃતાત્માઓ સાથે વાત કરીને ભૂતકાળની અનેક ઘટનાઓ પર પ્રકાશ પાડ્યો હતો. રશિયામાં જયારે ઝાર રાજાનું શાસન હતું, રોમનોવ (રોમનોફ) કુટુંબની પાસે સત્તા હતી ત્યારે લોકજુવાળ તેમની વિરુદ્ધ ધીરે ધીરે વધી રહ્યો હતો. રોમનોવ કુટુંબની પર અનેકવાર જાનલેવા હુમલા થતા રહેતા, તેઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે રસ્તાઓ બદલવા પડતા. પોતાના વૈભવી મહેલમાં પણ આ રોમનોવ કુટુંબ સુરક્ષિત નહોતું. ઝરીના જે મહારાણી હતી, તે તકલીફોની વચ્ચે કુદરતી સહારો લેવાનો પ્રયત્ન કરી રહી હતી. મેડમ સુંદ જે મૃતાત્માઓ સાથે વાત કરી શકતી હતી, તે એક વાર એક અસામાન્ય દેખાવ અને આંખોવાળા વ્યક્તિને લઈને ઝરીનાને મળવા આવી. રાસપુતીન નામક એક વ્યક્તિ જે પોતાને સાધુ અને રહસ્ય જાણનાર વ્યક્તિ ગણાવે છે, તેની મુલાકાત રાજપરિવાર સાથે મેડમ સુંદએ કરાવી હતી. મહેલની ચારેતરફ પડઘા પાડતો અને ઊંડો અવાજ કરીને રાસપુતીન મહેલમાં આવ્યો હતો. થોડા જ સમયમાં આ વિચિત્ર અને અસામાન્ય વ્યક્તિએ જે કોઈને ખબર નહોતી કે કયા ધર્મ અને માન્યતાઓ માને છે તેણે રાજપરીવારને પોતાના કાબુમાં કરી લીધું.

એક સાંજે મેડમ સુંદ અને રાસપુતીન, મહેલમાં પ્રવેશ્યા, સમસ્યા હતી કે રોમનોવ કુટુંબના વારસદાર પુત્રને લોહીની અજીબોગરીબ બિમારી થઇ છે. તે લગભગ મૃત્યુની નજીક છે, તેવામાં રાસપુતીનના ઈશારે બધા ગાર્ડસ તે રૂમ છોડીને ચાલ્યા ગયા. ડોક્ટર્સને રાસપુતીનએ રૂમ છોડી દેવા કહ્યું. આકાશમાં થોડા સમય માટે શાંતિ છવાયેલી રહી, અચાનક કોઈ ચિત્ર-વિચિત્ર અવાજો વચ્ચે તે કઈ ગણગણવા લાગ્યો. પેલું બાળક ત્યાં લગભગ મૃત્યુવશ થઇ રહ્યું હતું, અને આ બાજુ રહસ્યમય વિધિ ચાલી રહી હતી. એવામાં આકાશમાં એક વીજળીનો ઝબકાર થયો, અને પેલા બાળકની અંદર ધીરે ધીરે પ્રાણ પુરાવા લાગ્યો. તે બાળક બિલકુલ સ્વસ્થ થઈને સુઈ ગયું. રોમનોવ કુટુંબનું એકમાત્ર વંશજ બચી ગયું હતું. આ ઘટનાએ ઝાર અને ઝરીનાને ખુબ પ્રભાવિત કર્યા હતા.

રાસપુતીનએ ધીરે ધીરે રશિયાના રાજપરિવારમાં પોતાનું સ્થાન જમાવી લીધું હતું. પ્રજાને માટે રાસપુતીનએ રાજપરિવારને વશ કરી લીધો હતો તેવું જાણવા મળતું હતું. એવું લાગી રહ્યું હતું કે રશિયાનું ભાવિ રાસપુતીનના હાથમાં છે? રાસપુતીનને મારવા માટે અનેકોવાર પ્રયાસ કરવામાં આવ્યા હતા. રાસપુતીને પોતાનું કાર્ય ચાલુ રાખ્યું હતું, તે અનેકોવાર યુદ્ધ અને તકલીફોની આગાહી કરતો હતો. તેના લખાણ રાજા પાસે નિયમિત પહોંચતા રહેતા. પ્રજા રાસપુતીનથી ત્રસ્ત હતી, તેવામાં તેને મારવા માટે તેને ત્રણ વાર સાયનાઈડ પીવડાવવામાં આવ્યું, એક સવારે તેની કોફીમાં ત્રણ ગણું સાયનાઈડ અને વાસણોમાં પણ સાયનાઈડ મેળવવામાં આવ્યું. તેમ છતાં તેના ચહેરા પર રતિભાર પણ તકલીફ નહોતી જણાઈ, અંતે તેના સિગાર પર પણ સાયનાઈડ લગાવવામાં આવ્યું હતું. સાયનાઈડથી સામાન્ય વ્યક્તિ દસ સેકંડની અંદર મૃત્યુ પામે છે, પણ રાસપુતીન પર તેની કોઈ અસર નહોતી. છેવટે તેને જાણભેદુઓએ માથામાં ત્રણ ગોળી મારીને ઠાર કર્યો. તેણે મૃત્યુ પહેલા એક પત્ર લખ્યો હતો, એ પત્રમાં તેણે પોતાનું મૃત્યુ અને પોતાના મૃત્યુ પછી રાજપરિવારના અંત માટે સંદેહ વ્યક્ત કર્યો હતો. આ ઘટના પછી રશિયન ક્રાંતિ અને રોમનોવ વંશનો અંત થયો તે ઈતિહાસ છે.

નીરવ રંજન  


એક જ મનુષ્યે સમગ્ર ચીનને જ્ઞાનની ભેટ આપી

$
0
0

કવાર એક માણસ ચાલતો ચાલતો ચીન ગયો, હિમાલય ઓળંગીને. તેની પાસે કોઈ પુસ્તકો નહોતા, તેને પુસ્તકો વધુ ગમતા નહોતા. તેને ગમતું હતું માત્ર જ્ઞાન, પોતાના વર્તમાનની ચેતના. તે માત્ર એક જ હતો, તે ચાલી રહ્યો હતો, તે દિવસો સુધી મૌનમાં રહેતો, પણ હાસ્ય તેના મુખ પરથી ક્યારેય જતું નહોતું. કેટલાય દિવસો પછી એ ચીન પહોંચ્યો, તેણે તેની પાસેનો એક માત્ર મંત્ર તેના શિષ્યોને આપ્યો.

આ મંત્ર આખા ચીનમાં ફેલાઈ ગયો, આ મંત્રને લીધે લોકો ભ્રમણામુકત અને ચિંતા મુકત બની ગયા. લોકો શાંતિથી પોતાનું જીવન ગુજારવા લાગ્યા. આ માણસનું નામ હતું બોધિધર્મ, આ એક જ માણસ હતો જેણે લીધે ચીનને બુદ્ધનો સંદેશ મળ્યો. આખા દેશમાં જ્ઞાનનો દીપ પ્રગટાવ્યો માત્ર એક માણસે.

થોડો સમય વીત્યો કેટલાય વર્ષો પછી પ્રચાર અને પ્રસાર થતાં આ જ્ઞાન જાપાનના દ્વિપોમાં પહોંચ્યું. આ જ્ઞાન જયારે ત્યાં પહોંચ્યું ત્યારે તે બિલકુલ સ્પષ્ટ થઇ ચુક્યું હતું. હવે માત્ર આ જ્ઞાનનો સાર જ રહ્યો હતો. મનુષ્ય માટે સારું શું છે? ખરાબ શું છે? મનુષ્યે શું કરવું જોઈએ? આ બધી વાતો માટે હવે સમય નહોતો. મોટામોટા પુસ્તકો અને વાર્તાઓનો સાર શું? જ્ઞાનીઓ ચર્ચા કરતા કરતા એક જ નિષ્કર્ષ તરફ પહોંચ્યાં. વર્તમાન એ જ બધી વાતોનો છેલ્લો જવાબ છે. વર્તમાન સિવાય મનુષ્યના હાથમાં કશું જ નથી. તો પછી કેમ વર્તમાનની આરાધના ન કરીએ?

આ નવી પ્રણાલીએ બધા જ વિચારો અને મંતવ્યોને ફગાવી દીધાં, તેની માટે એક માત્ર જ લક્ષ્ય નક્કી કર્યું, તે હતું પોતાની જાગૃતિ. કોઈ પણ વિચાર આખરે મનમાં જ ઉદભવે છે અને મનમાં જ સમાઈ જાય છે. વિચાર પોતે કોઈ તર્કના પાયા પર નથી રચાતો માટે તે પોતે પણ ટકી નથી શકતો, અને સમય જતાં તે પણ ભૂતકાળ બની જાય છે. વિચાર એ મનનો ખોરાક છે, મન ધીરેધીરે વિચારોના જોરે પોતાનું અસ્તિત્વ મજબૂત કરે છે, એક સમય એવો આવે છે કે મનુષ્ય પોતે મન છે તેમ માની બેસે છે. મન મનુષ્ય પર શાસન કરવા લાગે છે. મનની આ અવસ્થા બિલકુલ સ્વપ્નવત અને પરિણામશૂન્ય હોય છે. મનુષ્ય છેલ્લે નિર્બળ બની જાય છે.

મનને માત્ર બુદ્ધિ અને તર્ક જ મારી શકે છે. મન એક રાક્ષસ બનીને તમારી શાંતિને ખાઈ જાય તે પહેલા તેને તર્કની સીમમાં બાંધી લેવું જરૂરી છે. માટે આ નવી વિચારધારા જે જાપાનમાં વિકાસ પામી તેની પાછળ કોઈ જ વિચાર નહોતો. તે માત્ર વર્તમાન પર ધ્યાન આપવા જ કહે છે. ચેતનાનો વિકાસ અને વર્તમાનની પ્રાપ્તિ, વર્તમાનમાં જીવનએ જ ખરું જ્ઞાન છે. આજ વાતને ‘ઝેન’ વિચારધારા કહે છે. ઝેનમાં કોઈ લક્ષ્ય નથી, ઝેન એ માર્ગ છે. વર્તમાન પ્રત્યે પૂર્ણ સમર્પણ અને મનના તરંગોમાંથી બહાર આવવું જ ઝેન છે. તમારે સતત વર્તમાનમાં જાગૃત રહેવાનું છે. તમારા માનસિક અભિગમ અને તરંગોથી મનને મુકત કરવાનું છે, તે સતત જાગૃત રહીને વર્તમાનમાં રહીને.

એકવાર એક ઝેન સાધુએ તેના શિષ્યને પૂછ્યું કે, તું કોણ છે? શિષ્ય વિચારવા લાગ્યો, તર્ક બેસાડવા લાગ્યો, તે ન શરીર હતો, ન મન હતો, ન નામ હતો, ન મસ્તક હતો, તે ન કોઈનો ભાઈ હતો, ન મિત્ર હતો. તે ન શોધી શક્યો કે તે શું હતો? હું કોણ છું? તેનો તેને કોઈ જવાબ સંતોષકારક ના લાગ્યો. આપણે આંતરિક અને બાહ્ય સૃષ્ટિની વચ્ચે રહેલી વર્તમાનની ચેતના છીએ, ગુરુજીએ કહ્યું. આપણે માત્ર વર્તમાનની ચેતના જ છીએ, તેનાથી વિશેષ કશું નથી, ક્યારેક આપણે આંતરિક તો ક્યારેક બાહ્ય જીવનમાં ચેતના દોડાવીએ છીએ, પરંતુ છેલ્લે માત્ર વર્તમાનની ચેતના જ રહે છે. વર્તમાનની ચેતના છે તો જ જીવન છે. જયારે મન વર્તમાનમાંથી ચાલ્યુંં જાય છે ત્યારેત્યારે ચેતના પણ ચાલી જાય છે, બીજા અર્થમાં આપણે જીવન જીવી નથી શકતાં. માટે વર્તમાનમાં જીવન એ જ ખરું નિર્વાણ પણ છે. તમારું માનસિક બંધનોથી મુકત થવું માત્રને માત્ર તમારા જ હાથમાં છે, તમે પોતે જ પોતાનાથી મુક્ત થાઓ છો.

નીરવ રંજન 

શું તમને આ અનુભવો થાય છે? આધ્યાત્મિક પ્રગતિના એ પુરાવા

$
0
0

જીવન દરમ્યાન મનુષ્યને આધ્યાત્મિક ખોજ રહે છે, આધ્યાત્મિક તૃપ્તિ વગર મનુષ્યને શાંતિ મળતી નથી. ઘણીવાર આપણે આધ્યાત્મિક જીવનમાં ધીરેધીરે ખૂબ આગળ પણ વધી જઈએ છીએ, પરંતુ જાણતાં અજાણતાં આપણને આ બાબતનો ખ્યાલ રહેતો નથી. આધ્યાત્મિક પ્રગતિ થાય છે ત્યારે મનુષ્યની પ્રાણ શક્તિ આપોઆપ વધવા લાગે છે. પ્રાણશક્તિ અને ઊર્જામાં થોડો ફેર છે, પ્રાણ શક્તિ ઉત્સાહ સમાન છે, જયારે શરીરની ઊર્જાએ કાર્ય કરવાની શક્તિ છે. પ્રાણ શક્તિ એ આધ્યાત્મિક શક્તિ બરાબર છે, જયારે મનુષ્યની અંદર પ્રાણ શક્તિ વધવા લાગે છે ત્યારે તેનામાં અસાધારણ ચેતનાનો વિકાસ થાય છે. તેને જીવનમાં ઉત્સાહ અને આનંદ વધુ પ્રમાણમાં મળવા લાગે છે. આધ્યાત્મિક પ્રગતિથી પ્રાણ શક્તિનો સંચાર થાય છે.આધ્યાત્મિક પ્રગતિ જીવનમાં શાંતિ અને સાચા સુખ માટે પરમ આવશ્યક છે.

જયારે તમે આધ્યાત્મિક પ્રગતિ કરી ચૂક્યાં હોવ છો ત્યારે નીચેના અનુભવો થાય છે:

  • તમે પોતાના જીવન અને બીજાના જીવનમાં એકરૂપતા જુઓ છો. બીજા લોકોને તમે વધુ સારી રીતે સમજવા લાગો છો. અન્ય લોકોના દુઃખથી પણ તમે બેચેન બની જાઓ છો.
  • તમને ભૌતિક વસ્તુઓમાં વધુ રુચિ રહેતી નથી. નામ અને રૂપ મિથ્યા લાગે છે. દુઃખ અને આર્થિક સમસ્યાઓને તમે ગણકારતાં નથી.
  • તમે ખોટી વાતોને આસાનીથી સમજી શકો છો, ભ્રમ અને માયા જાણી લો છો.
  • સાચો પ્રેમ ઈચ્છો છો, નકલી પ્રેમ કે વાતો તમને સંતોષ નથી આપી શકતી. સંસારિક કષ્ટ આવી પડે છે, પણ ઈશ્વરમાં રુચિ વધ્યાં કરે છે.
  • તમે એકલતા અનુભવો છો, તમને ભીડ અને ખોટી શો-બાજી ગમતી નથી.
  • તમે અર્થપૂર્ણ અને સાચું જીવન ઈચ્છો છો, દુઃખ પડે તો પણ સત્યને જ ચાહો છો.
  • તમે જીવનમાં સત્ય અને ઉદ્દેશ માટે તત્પર રહો છો, જ્ઞાન અને ગુરુની સતત ખોજ રહે છે.
  • તમે ખરા દિલથી બોલવા ઈચ્છો છો.

ઉપર જણાવેલ બાબતો ઘણા આધ્યાત્મિક વ્યક્તિઓના જીવનમાં લગભગ સમાન જ રહી છે.આધ્યાત્મિક રૂચિ હોવી એ એક શક્તિ છે,આધ્યાત્મિક વ્યક્તિઓમાં બીજાના જીવનમાં પ્રાણ પુરવાની શક્તિ હોય છે. માટે જ આપણે ત્યાં સંતો અને મહાત્માઓના આશીર્વાદ લેવાનો રીવાજ છે. જેમ જેમ મનુષ્ય આધ્યાત્મિક પ્રગતિ કરે છે ત્યારે તે પોતે અને અન્ય લોકોના જીવનમાં સંતોષ અને શાંતિ આપવા લાગે છે.

આધ્યાત્મિક પ્રગતિ માટે આ શબ્દો હંમેશા યાદ રાખશો:

“હું એક પવિત્ર આત્મા છું. હું શરીર નથી. હું ઊર્મીઓનો અતિરેક નથી. હું વિચારોનું વમળ નથી. હું અનિયંત્રિત મન નથી. હું મારા મનનો માલિક છું, હું આત્મા છું. હું પરમ પવિત્ર ઈશ્વરનું આધ્યાત્મિક બાળક છું. હું પવિત્ર ચેતનામય, પવિત્ર પ્રેમ અને પવિત્ર ઉર્જાનો અનુભવ છું. હું હંમેશા ઈશ્વરની સાથે છું અને ઈશ્વર હંમેશા મારી સાથે છે. આ મારો દ્રઢ વિશ્વાસ અને પવિત્ર શ્રદ્ધા છે. એ હું જ છું.”

હિન્દુ ધર્મનું ફલક વિશાળ છે, હિન્દુ ધર્મમાં આધ્યાત્મિક વિકાસ માટે શું નિર્દેશ છે? હિંદુ ધર્મ મુજબ આધ્યાત્મિક વિકાસ માટે તમારે રોજ કોઈ મોટી ઉપાસના કે પૂજામાં બેસવાની જરૂર નથી. હિંદુધર્મના બધા ગ્રંથોના સારરૂપ અને આધ્યાત્મિક વિકાસ માટે સરળ સૂત્ર રજૂ કર્યા છે, તમે રોજ આ સૂત્રોને યાદ કરીને તમારી આધ્યાત્મિક ચેતનાને ઓર બળવાન કરી શકશો. આ સુત્રો પર સતત મનન કરશો તો તમને શાંતિનો અનુભવ થશે જ. હિન્દુત્વનો આધાર નીચેના વિચાર અને માન્યતાઓ પર રહેલો છે:

  • દરેક જીવને મદદ કરવી.
  • કર્મ અને કર્મના સિદ્ધાંતમાં પૂર્ણ શ્રદ્ધા હોવી.
  • ધર્મનું અનુસરણ કરવું. (સાચું આચરણ કરવું)
  • સમય અનુસાર જીવન ચાલે છે અને કર્મો અનુસાર જન્મ મરણ થાય છે, પુનઃજન્મ અને પુનઃમૃત્યુના સિદ્ધાંતમાં પૂર્ણ શ્રદ્ધા.
  • વેદ, ઉપનિષદ, પુરાણ, શ્રીમદભગવદ્ ગીતા વગેરેમાં પૂર્ણ શ્રદ્ધા હોવી.
  • સત્યની શક્તિ અને પોતાના આત્માના અસ્તિત્વમાં શ્રદ્ધા હોવી.

 

નીરવ રંજન

ભવનાથમાં મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ, એક ઝલક…

$
0
0

જૂનાગઢઃ આથમતી સંધ્‍યાએ જીવ શિવની ઉપાસના કરવાની શુભ ભાવનાથી જોડાયેલ મેળો એટલે ભવનાથ મહાદેવનો મહાશિવરાત્રિ મેળો. જૂનાગઢ  ગીરનાર તળેટીમાં આવેલ ભવનાથમાં આ મેળો શરૂ થઈ ગયો છે. આ મેળામાં ભારતના જુદા જુદા સ્થળોથી હજારો સાધુસંતો આવીને ધૂણી ધખાવીને બેસે છે. આ મેળાનું મુખ્ય આકર્ષણ છે નાગા બાવાઓનુ સરઘસ (રવેડી) જેમાં તેઓ હેરતભર્યા દાવ રજૂ કરે છે.  સૌ પ્રથમ મંદિરમાં પૂજનઅર્ચન કર્યા પછી મંદિરમાં ધ્વજારોહણ કરીને મેળાનો શુભારંભ કરવામાં આવે છે. મેળો 6 દિવસ સુધી ચાલે છે.

એક એવી પ્રબળ માન્યતા છે કે આ મેળામાં સર્વે સિદ્ધો અને સંતોને જયાં હોય ત્યાંથી એક વાર અહીં આવવું આવશ્યક છે. ગેબમાં રહેતાં અને અપ્રગટ રહેતા અઘોરીઓ પણ આ મેળામાં ભવનાથના દર્શને અને મૃગીકુંડમાં મહાશિવરાત્રિનું સ્નાન કરવા આવે છે. મેળાના પ્રારંભે અમારા દર્શકો માટે ભવનાથના મહાશિવરાત્રિ મેળાને લઈને રજૂ કરીએ છીએ નાનકડી ઝલક…

ભેટ સોગાદોનું શુભઅશુભ: ભેટ માટેની માર્ગદર્શિકા

$
0
0

કી અને અનલકી એટલે કે સાદી ભાષામાં શુકનિયાળ અને અપશુકનિયાળ, આવીચીજો હોય છે? અમુક ચીજો આપણને અનાયાસે હાથમાં આવી પડે કે આપણને આપવામાં આવે ત્યારે ચીજોશું કોઈ સંકેત આપી રહી છે? આપણે જાણીએ છીએ કે દરેક ચીજોનું પોતાનું આપણા મનમાં સ્થાન છે, દરેક ચીજ, ચિત્ર કે રંગ મનની અંદર નિશ્ચિત અસર ઉભી કરે છે, એક અનુભવ આપે છે. દરેક ચીજ, ચિત્ર કે રંગ સારી કે ખરાબ લાગણીને પણ જન્મ આપી શકે છે. શકુન શાસ્ત્રને સમજીએ તો, કુદરતમાં બધું એક સાથે થાય છે, જેમ કે, કોઈ પ્રશ્ન અને કોઈ ઘટના એક સાથે ઘટે તો શક્ય છે કે પ્રશ્ન અને ઘટનાને કોઈ સંબંધ હશે. તમારા જીવનમાં શુકનિયાળ કે લકી ચીજો જો આપમેળે આવી જાય તો શક્ય છે કે તે કોઈ સારા શુભ સમાચારનો સંકેત હોય.

 

તમે જાતે પણ આ લકી ચીજોને પોતાની પાસે રાખીને અથવા બીજાને આપીને શુકન કરાવી શકો છો. લકી ચીજો મિત્રોને શુભેચ્છા કેભેટ સ્વરૂપે આપવાથી મિત્રોમાં સકારાત્મક ઉર્જા બળવાન બનશે. ઘર કે ઓફીસના સ્થળે આ ચીજો રાખવાથી સકારાત્મક ઉર્જામાં વધારો થશે, આત્મવિશ્વાસ પણ વધશે.જે ચીજો અશુભ ગણાવી છે, ખરું છે કે તે ઉપયોગી પણ છે પરંતુ આ ચીજો નકરાત્મક ગણવામાં આવી છે, આવી ચીજો જો વારંવાર હાથમાં આવે અથવા તો સતત નજર સામે પડેલી રહે તો તેને પણ અપશુકન ગણવામાં આવ્યા છે.

ઘરેણા કે શણગાર ભેટ માટે:

શુભ: ચેઈન,મોતીનો હાર,ચાંદી, સોનું, માણેક;

અશુભ:લોકેટ, ક્ફ્લીંક, સિગાર કેસ,અણીવાળીપીન કે પથ્થરની ચીજ જે શણગાર તરીકે વપરાતી હોય; કપાયેલ પથ્થરની ચીજો.

 

વપરાશનીચીજો:

શુભ: ચાલવાની લાકડી, કપ, ગ્લોવ્સ, ફોટોફ્રેમ, ફ્લાવરવાસ, પુસ્તક, લેમ્પ, ઘરેણા મુકવાની પેટી, ચિત્ર.

અશુભ:કાતર,પર્સ, ટાઈ, હેટ, છરી જેવી ધારવાળી ચીજ, પડદા, જૂતા, કમરબેલ્ટ, રૂમાલ, છત્રી,નેઈલ કટર.

ફૂલ:

શુભ:લાલ ફૂલ,ગુલાબ, લીલી (અતિશુભ), ડેઈસી.

અશુભ:પીળા ફૂલ,પોપી, મોસ, હેમ્લોક.

ફળો:

શુભ:સફરજન, પ્લમ, પીચ,દ્રાક્ષ, દાડમ (અતિશુભ) અને સંતરા.

અશુભ: અંજીર, અખરોટ, કઠણ ફળો કે સુકામેવા.

સુગંધ:

શુભ: ગુલાબ, અંબરજેવી લાઈટ ખુશ્બુ.

અશુભ:મસ્ક, પચોલી જેવી ભારે ખુશ્બુ.

ભેટ આપવા માટે શુભવાર: રવિવાર, શુક્રવાર, સોમવાર; પ્રમાણમાંઓછા શુભ: મંગળવાર, શનિવાર

ભેટઆપવા માટે ઘણી માન્યાતાઓ છે, યુરોપઅને દુનિયાના મોટાભાગના લોકો માને છે કે ભેટ સોગાદનો અર્થ અને તેના પ્રકાર પર આવનારો સંબંધ ચોક્કસ રીતે ટકે છે, બીજાઅર્થમાં તમે જે ચીજો ભેટમાં આપો છો તેની સીધી અસર તમારા સંબંધ પર થાય છે. ઉપર જણાવેલ બાબતોને ધ્યાનમાં લઈને તમે તમારા ગમતા પાત્રને ભેટ આપી શકો. ભેટ ક્યારે આપવી તે વિષે પણ માન્યતાઓ છે, એક સામાન્ય અભ્યાસ મુજબ નીચેના સમય સપ્તાહ દરમ્યાન શુભ ગણાય છે. ભેટ માટે તથા કોઈ પણ મહત્વના કાર્ય કે મુલાકાત માટે પણ આ સમયનો તમે ઉપયોગ કરી શકશો:

સપ્તાહના લકી સમય:

રવિવાર:

શુભ:બપોરે ૩ થી ૪:૩૦;        અશુભ:સાંજે ૪:૩૦થી ૬:૦૦

સોમવાર:

શુભ: બપોરે૧:૩૦ થી ૩;        અશુભ:સવારે૭:૩૦થી૯:૦૦

મંગળવાર:

શુભ: બપોરે૧૨ થી ૧:૩૦;      અશુભ: બપોરે ૩ થી ૪:૩૦

બુધવાર:

શુભ:સવારે ૧૦થી૧૨;           અશુભ: બપોરે ૧૨ થી ૧:૩૦

ગુરુવાર:

શુભ:સવારે ૯ થી ૧૦:૩૦       અશુભ: બપોરે ૧:૩૦થી ૩

શુક્રવાર:

શુભ:૭:૩૦થી ૯;                અશુભ: સવારે ૧૦:૩૦થી ૧૨

શનિવાર:

શુભ: ૬ થી ૭:૩૦ સવારે;      અશુભ: ૯થી ૧૦:૩૦ સવારે

 

 

 

 

 

 

નવા જમાનાની વાત: કંજૂસાઈ નહીં પણ ‘કરકસર’ છે આધુનિક વિચારધારા

$
0
0

જેમ જેમ જીવનમાં પ્રગતિ કરીએ છીએ, સમૃદ્ધિ તરફ જઈએ છે તેમ તેમ આનંદ વધે છે. પરંતુ, વૈભવ સાથે એક ચીજ ચાલી જાય છે તે છે અનુકુળ સમય. સતત પ્રગતિ કરતા આ દેશમાં તમારી પાસે બધું જ હશે, પરંતુ હવે તમારે જે સાચવવાનું છે તે છે સમય.

વર્ષો પહેલાં જયારે દેશમાં આટલી સમૃદ્ધિ ન હતી, ત્યારે લોકો ચીજ વસ્તુઓ શોધવા નીકળતાં, સમય પસાર કરવા એકબીજાને મળવા જતાં. દૂર દૂર ફરવા જતાં, એકબીજાને ટપાલ લખતાં અને સમાચાર પત્રો વાંચીને નવી માહિતી મેળવતાં. તે સમયે જીવન બિલકુલ સામાન્ય હતું, કોઈ સાધન કે વ્યવસ્થા આટલી બધી જોવા મળતી ન હતી. અને મનુષ્ય પાસે સામાજિક જીવન માટે અનુકુળ સમય પણ રહેતો હતો. અમદાવાદથી ડીસા જવામાં લગભગ સાંજ પડી જતી, સાધનો પણ જલદી મળતાં નહી. જયારે આજે સવારે જઈને બપોરે પાછા આવીએ તેવી મોંઘી ગાડીઓની સગવડ સહજ થઇ ગઈ છે.

એકસામટાં મોકલાતાં ગુડ મોર્નિંગના મેસેજ અને બિનજરૂરી હિંસાત્મક વીડિઓ તમારા કુમળા મન અને બુદ્ધિને અમર્યાદિત નુકસાન આપે છે. એક ખરાબ મેસેજ તમારા જીવનની લગભગ (એવરેજ)૭ મિનીટ બગાડી શકે છે.તમને સારી રીતે કાર્ય કરવા માટે એક કાર્ય પર ‘૪૦ સેકન્ડ’ સમય આપ્યાં પછી જ તે કાર્યને તમારું મગજ સારી રીતે સમજવા લાગે છે. માટેબિનજરૂરી મેસેજીસ તમને કેટલું નુકસાન આપી રહ્યા છે, તે તમે પોતે જ સમજી શકશો.

સમય બચાવવા માટે તમારે જીવનમાં, સરળતા લાવવી પડશે અને તર્કપૂર્ણ રીતે જીવન પ્રણાલીને સુધારવી પડશે, નહીતર ચીજોનો ભંગાર અને બિનજરૂરી માહિતીથી તમારું જીવન ઝડપથી ચાલ્યું જશે તે પણ સત્ય છે. કંજૂસાઈ નહીં પણ ‘કરકસર’ સાથે જીવવું પડશે, કરકસર જીવનના દરેક ક્ષેત્રમાં લાગુ પડે છે. જોઈતી ચીજોને પણ ના રાખવી કે ના ખરીદવી કંજુસાઈ છે પણ જે જોઈએ છે માત્ર તેને જ રાખવું એ કરકસર છે. કરકસર માં-બાપ કે ગુરુજનો સિવાય કોઈ શીખવાડતું નથી. કરકસર માટે મન કેળવવું પડે છે, તેનો સીધો ફાયદો ‘નાણા અને શક્તિનો બચાવ’ છે. મને લાગે છે કે હવે તમને કરકસર જરૂર ગમશે.

જે ચીજો નથી જોઈતી, તેને દૂર કરવી પડશે:

એવી ચીજોનું લીસ્ટ બનાવો કે જે છેલ્લા ઘણા સમયથી નથી વપરાઈ, આ ચીજોની જો તમારે જરૂર ના હોય તો તે ચીજો જેણે ઉપયોગી થાય તેને આપી દો. એકવાર આ રીતે કરવાથી તમને જરૂરથી ઘરમાં નવી ઉઊર્જાનો અનુભવ થશે અનેજેણે આપશો તે પણ ખુશ થશે.

એક કાર્ય માટે એકથી વધુ પ્રાપ્ત સાધનોને દૂર કરો:

આનું સૌથી સારું ઉદાહરણ કાંડા ઘડિયાળ છે, મેં જોયું છે કે લોકોના કબાટમાં ઘડિયાળોનો ખડકલો થઇ ચુક્યો છે. આપણને એક સમયે એક જ ઘડિયાળથી સમય જોવા મળી શકે. એક જ પરંતુ સૌથી સારી ક્વોલીટીની ઘડિયાળ વાપરીને પણ તમે જીવન આસાન બનાવી શકો છો. એક થી વધુ ટુ-વ્હીલર્સ અને એકથી વધુ મોબાઈલ ફોન્સ બિનજરૂરી સમય અને શક્તિનુંઉદાહરણ છે. એક પણ સૌથી અનુકુળ સાધન રાખો.

બિનજરૂરી કાગળ અને પ્લાસ્ટિકનો સામાન દૂર કરો:

મુદત પૂરી થઇ ગઈ હોય તેવા બિલ્સ, જાણ ખાતર મોકલાયેલા લેટર્સ તથા ના વાંચતા હોવ તેવા મેગેઝિન કે પુસ્તકોને પણ રોજબરોજની જગ્યાઓ પરથી હટાવી શકાય. તમે સમજી શકો છો કે જે કાગળની માહિતી તમે જાણી લીધી છે, તેની પર એક્શન લઇ લીધી છે તો પછી તે કાગળને અહી તહી મૂકી રાખવાનું કોઈ પ્રયોજન બચતું નથી. જૂના પુસ્તકો જો તમે વાંચી લીધા હોય તો પણ તેમને તમે તમારી મહત્વની જગ્યા પરથી હટાવી શકો છો. આ પ્રક્રિયા સકારાત્મક મન સાથે કરવી પડશે. જેટલું બિનજરૂરી હટશે તેટલું જરૂરી આવી શકશે.

નાની અને કામની ચીજો જ રાખો:

આપણે મોટા ફ્રીજ અને મોટા કબાટ બધે જ જોઈએ છીએ, જેટલા મોટા કબાટ તેટલો જ વધુ સામાન. સામાન જલ્દી પોતાની જગ્યાએથી જતો પણ નથી, ઉપયોગમાં આવતો પણ નથી. માટે એક માણસને જરૂરી હોય તેટલો જ સામાન અને તેટલી જ જગ્યાની વ્યવસ્થા કરવી જોઈએ. જેથી ઘરમાં અને ઓફિસમાં જગ્યા પણ બચશે. યાદ રાખો જેટલી ખાલી જગ્યા હશે, મન, ઘર અને વિચારોમાં તેટલું જ નવીન સર્જન થવાની તકો વધી જશે. સૌથી ભાવતી અને પૌષ્ટિક ચીજો ફ્રીજમાં રાખો, ફ્રિજને બને તેટલું ખાલી રાખવા પ્રયત્ન કરો, આનો સીધો ફાયદો તમને નાણાં અને તબિયતમાં થશે.

મહત્વના કાર્યો પર પહેલી નજર રાખો:

કાર્યોમાં પણ આ જ રીતે કરકસરથી જીવી શકાય. તમે જાણો જ છો કે દરેક દિવસે એવા ૩ કાર્યો હશે જેના પર દિવસની ૮૦% સફળતા ટકી રહી હશે. મને નથી લાગતું કે કોઈ એવો માણસ હશે કે જે એક દિવસમાં ૧૦૦ કાર્યો માટે પ્રયત્ન કરતો હોય. તમારી એક મર્યાદા છે માટે મર્યાદા સમજીને તે અનુસાર જે ખૂબ જ મહત્વનું છે તે કાર્ય પહેલાં કરો. આમ કરવાથી કાર્ય બાબતે તમને સંતોષ અને આનંદ મળશે.

“જયારે પણ એક ચીજ નવી ખરીદો, તે સામે એક જૂની ચીજને વિદાય આપો.”

તમારા બિનજરૂરી રમકડાં અને કપડાંની પણ જેને જરૂર છે તેને આપી દો, લિસ્ટ બહુ લાંબુ છે. કરકસર શીખવી હોય તો આપણાં ભારતના મહાપુરુષોને ધ્યાને લો, સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ મહાત્મા ગાંધીજી છે, તમે એમના જીવનમાંથી અનેક વાર આ બાબતે શીખી શકશો. માત્ર એક પેટીના સામાન, એક પેન્સિલ, એક બકરી, એક લોટો અને એક ઘડિયાળ સાથે આખા જગત ઉપર પણ પ્રભાવ પાડી શકાય છે, આ વાત આ મહાપુરુષના જીવનમાં સત્ય હતી.

નીરવ રંજન

અમેરિકન ન્યુરોસાયન્ટિસ્ટનો અભ્યાસઃ સંસ્કૃત ભાષાની મગજ ઉપર અસર

$
0
0

શું આપણે આપણી ભારતીય સભ્યતા, સંસ્કૃતિ ઉપર ગર્વ અનુભવીએ છીએ?  આપણું બાળક અંગ્રેજી ફાંકડું બોલે તેમાં આપણે ખુશ થઈએ છીએ? કે ગુજરાતી ચોખ્ખું બોલે કે સંસ્કૃતનો એકાદ શ્લોક બોલી જાય તેમાં આપણને આનંદ થાય છે?

આપણા દેશને લગતી કોઈ વાત હોય તો આપણે એ ધ્યાનમાં નથી લેતાં, ગર્વ નથી અનુભવતા. પણ એ જ વાત દુનિયા, તેમાં પણ વેસ્ટર્ન સમાજ જો આપણી સામે લાવે તો એ વાત આપણે હોંશે હોંશે અપનાવી લઈએ છીએ. દાખલા તરીકે યોગાસનો!  આજે દુનિયામાં સર્વત્ર યોગનો મહિમા ગવાય છે, લોકોમાં યોગ વિશે જાગૃતિ જોવા મળે છે, તે યોગશાસ્ત્રનું ઉદગમ સ્થાન ભારત જ છે. યોગશાસ્ત્રની અણમોલ દેન ઈ.સ. 3300 પૂર્વે ભારતના મહર્ષિ પતંજલિએ જ આપણને આપી હતી. ઋગ્વેદમાં પણ યોગશાસ્ત્રનો ઉલ્લેખ છે.

જૂના જમાનામાં દરેક ઘરોમાં સ્રીઓ વાળમાં કાયમ સુગંધી ફુલ અથવા ફુલોના ગજરા નાખતી. આપણે આપણી મમ્મીને જ નાના હતાં ત્યારે જોઈ છે વાળમાં ગજરા નાખતા. તે સમયે ઘરનું વાતાવરણ પણ ફુલ તેમજ ગજરાને લીધે કેવું સુગંધિત બની જતું. મમ્મી પણ પ્રફુલ્લિત થઈને, ગીત ગણગણતી ઘરનું કામ કરતી. હવે આજના મોડર્ન યુગમાં આ જ થેરેપીને લોકોએ અપનાવી છે મોંઘીદાટ એરોમાથેરાપીના નામે.

હવે વાત રજૂ કરીએ છીએ આપણી પ્રાચીન ભાષા સંસ્કૃત વિશે. આપણા સૌથી પ્રાચીન ગ્રંથો 4 વેદઃ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ તેમજ અથર્વવેદ છે. આ ચારેય વેદોમાં જીવનના આરંભથી માંડીને અંત સુધીનો સાર આપવામાં આવ્યો છે. વેદ એ શબ્દ સંસ્કૃત શબ્દ છે. જેનો અર્થ થાય છે જ્ઞાન. આ ચારેય વેદ સંસ્કૃત ભાષામાં લખાયેલા છે.

સંસ્કૃત ભાષાને દેવોની ભાષા કહેવાય છે અને આપણી દરેક ભાષાની એ જનની છે. સંસ્કૃતમાંથી પાકૃત ભાષા જન્મી, ત્યારબાદ એ અપભ્રંશ થઈ અને જુદી જુદી ભાષાઓ એમાંથી જન્મી. એમાંથી જ જૂની ગુજરાતી અને હવે જન્મી નવી ગુજરાતી કે જેનો આપણે બોલી તેમજ લખવા, વાંચવામાં ઉપયોગ કરીએ છીએ.

અફસોસ એ વાતનો છે કે, આપણે જીવનમાં આગળ વધવાની દોટમાં આપણી ભાષાને ભૂલી રહ્યાં છીએ. હવે ગુજરાતી વાંચવુ કે લખવું કોઈને ગમતું નથી. આપણે ત્યાં બાળકો જેવું બોલતાં શીખે એટલે આપણે એમને ગુજરાતી બારાખડી કે સંસ્કૃત શ્લોકને બદલે અંગ્રેજી a, b, c, d તેમજ રાઈમ્સ શીખવીએ છીએ. એમાંય કોઈનું બાળક ગુજરાતી સરખું ન બોલે કે, ન વાંચી શકે તો કંઈ વાંધો નહીં. પણ એ જ બાળક અંગ્રેજી બોલે તો આપણે ગદગદ થઈ જઈએ છીએ. ઘણાંને મોંઢે સાંભળવામાં આવ્યું છે. ‘મારા છોકરાંને તો ગુજરાતી વાંચતા તો શું બોલતાંય નથી આવડતું. પણ એના દોસ્તારો જોડે અંગ્રેજી તો શું ફાંકડું બોલે કે, હું તો એને સાંભળ્યા જ કરું!

જો માતૃભાષાની આ હાલત હોય તો સંસ્કૃત વિશે તો શું કહેવું. આ કોઈ અભિગમ નથી લોકોને પરાણે સંસ્કૃત તરફ ખેંચી જવાનો. પણ તમે જ્યારે હવે પછી લખાયેલી વાત વાંચશો તો તમે પણ આપણા સંસ્કૃતના એકાદ-બે શ્લોક પઠન કરવાની તૈયારી કરવા લાગશો જ. સંસ્કૃત ભાષા ઉપર ગર્વ કરશો!

સંસ્કૃત ભાષાના ચુસ્ત અનુયાયી એવા જેમ્સ હર્ટઝલ અમેરિકાના ન્યુરોસાયન્ટિસ્ટ છે. હાલમાં તેઓ સ્પેનના બાસ્ક સેન્ટર ખાતે ભાષા અને તેની મગજ ઉપર અનુભૂતિ વિષય માટે પોસ્ટડોક્ટરલ રિસર્ચર છે. વર્ષોથી તેઓ સંસ્કૃત ભાષા ઉપર સંશોધન તેમજ તેમાં ભાષાંતરણ (અનુવાદ) કરી રહ્યાં છે. આ ભાષાની મગજ ઉપર જે અપ્રતિમ સકારાત્મક અસર એમણે નોંધી છે કે, તેઓ સંસ્કૃત ભાષાના અનન્ય ચાહક થઈ ગયા છે.

એમણે અનુક્રમે હાર્વર્ડ તેમજ કોલંબિયા યુનિવર્સિટીઝમાં સંસ્કૃત તેમજ તિબેટન ભાષાનો અભ્યાસ કર્યો છે. તેઓએ કોગ્નિટીવ ન્યૂરોસાયન્સનો અભ્યાસ ટ્રેન્ટો યુનિવર્સિટીમાંથી કર્યો છે. જેમાં સંસ્કૃત ભાષાની આપણા મગજ ઉપર અસર વિષય ઉપર એમણે સંશોધન કર્યું છે, જેમાં તેમને આશ્ચર્યજનક પરિણામ જાણવા મળ્યું છે. તેઓ જણાવે છે કે, સંસ્કૃત શ્લોકના રોજના નિયમિત ઉચ્ચારણ માત્રથી યાદ શક્તિ તેમજ મગજ શક્તિ ખીલી ઉઠે છે, તેમજ જ્ઞાનાત્મક કુશળતા વધે છે.

જેમ્સ હર્ટઝલ જણાવે છે કે, ‘એમના સંસ્કૃતના અભ્યાસ તેમજ સંસ્કૃતમાં અનુવાદ કાર્ય તેમજ સ્ટુડન્ટ્સને ભણાવવા દરમ્યાન એમની પોતાની મૌખિક યાદ શક્તિ તેમજ જ્ઞાનમાં સકારાત્મક વધારો નોંધાયો. તેમના સહપાઠી તેમજ અન્ય વિદ્યાર્થીઓએ પણ તેમને જણાવ્યું કે કોઈ એક જ વિષયને લઈને જુદાં જુદાં વિદ્યાર્થીઓને અપાતાં લેક્ચરમાં તેમના વકતૃત્વમાં વૈવિધ્ય જોવા મળતું હતું. અન્ય સંસ્કૃતના ટ્રાન્સ્લેટરોએ પણ એમના પોતાનામાં પણ આવો જ નોંધપાત્ર સુધારો થયો હોવાનું જણાવ્યું. ત્યારે મારા મનમાં પ્રશ્ન જાગ્યો કે શું આ જ ભાષાકીય વિશિષ્ટ અસર છે જેનો પરંપરાગત ઉલ્લેખ સંસ્કૃત ભાષાને લઈને થતો આવ્યો છે?

વધુમાં તેઓ કહે છે કે, ‘ભારતનો પ્રાચીન સંસ્કૃત ગ્રંથ ‘શુક્લા યજુર્વેદ’ 40,000 થી 1,00,000 શબ્દો ધરાવે છે, જે 3,000 વર્ષ પુરાણો છે. આ ગ્રંથનું પઠન ભારતના પરંપરાગત વેદિક સંસ્કૃત પંડિતો વાંચ્યા વગર, એકધારું સ્પષ્ટપણે મોઢે બોલી જાય છે. એના પઠનમાં 6 કલાક લાગે છે. આ જ પઠનની 20 મિનિટની એક ઝલકનો લ્હાવો મને મારા અભ્યાસ દરમ્યાન ભારતમાં મળ્યો. 100 જેટલાં પંડિતો એક રૂમમાં વેદિક શ્લોકનું પઠન કરી રહ્યાં હતાં. જેઓ લયબદ્ધ રીતે એક સરખા તાલે શ્લોક બોલી રહ્યાં હતાં. દરેક શબ્દોનું ઉચ્ચારણ એકદમ સ્પષ્ટ હતું. એમના પઠનનો પડઘો આખી રૂમથી લઈને મન તેમજ શરીર ઉપર એક હિપ્નોટિક અસર પાડતો હતો. જે હું મંત્રમુગ્ધ બનીને સાંભળી રહ્યો.

આ કૌતુકને ધ્યાનમાં લઈને એક વિચાર આવ્યો કે શું આ મંત્રોચ્ચારણની મગજ ઉપર કોઈ અસર છે. એ માટે ઈન્ડિયા-ટ્રેન્ટો યુનિવર્સિટીના સહિયારા અધ્યયન દરમ્યાન અમે ભારતના 21 પ્રોફેશનલી ક્વોલિફાઈડ્ પંડિતોના મગજનો MRI (magnetic resonance imaging)ટેસ્ટ કરાવ્યો. તેમાં અમને જાણવા મળ્યું કે સંસ્કૃતના મંત્રોચ્ચારણથી મગજમાં સંક્ષિપ્ત અને લાંબા ગાળાના મેમરી સહિત, જ્ઞાનાત્મક કાર્ય સાથે સંકળાયેલ પ્રદેશોનું કદ વધે છે.

સંસ્કૃત વિશેની અન્ય રસપ્રદ હકીકતો જાણોઃ

  • NASA પાસે સંસ્કૃતમાં તાડપત્રો પર લખાયેલી 60,000 પાંડુ લિપી છે. જેના પર સંશોધન થઈ રહ્યું છે. NASA જણાવે છે કે સંસ્કૃત ધરતી પર બોલાતી સૌથી સ્પષ્ટ ભાષા છે.
  • NASAના જ એક રિસર્ચર રિક બ્રિગેએ 1985માં ‘AI Magazine’ માં ‘Knowledge Representation in Sanskrit and Artificial Intelligence’ લેખ લખ્યો અને દાવો કર્યો કે કમ્પ્યુટર સોફ્ટવેર માટે સંસ્કૃત સૌથી શ્રેષ્ઠ ભાષા છે.
  • NASAના એક વૌજ્ઞાનિકના જણાવ્યા અનુસાર, ‘જ્યારે તેઓ અંતરિક્ષ ટ્રાવેલર્સને સંદેશો મોકલાવતા હતા, તો તેમના વાક્ય ઉલટા થઈ જતા હતા અને અર્થ બદલાઈ જતો હતો. આ પ્રયોગ એમણે ઘણી ભાષાઓમાં કર્યો પણ પરિણામ શૂન્ય મળ્યું. છેવટે તેમણે સંસ્કૃત ભાષામાં સંદેશો મોકલ્યો. ત્યારે વાક્ય ઉલટા તો થયા પણ તેમનો અર્થ બદલાયો નહિ.’
  • જર્મનીની 14 યુનિવર્સિટીઓમાં સંસ્કૃત ભણાવવામાં આવે છે.
  • સંસ્કૃત દુનિયાની એકલી એવી ભાષા છે જેને બોલવામાં જીભની બધી માંસપેશીઓનો ઉપયોગ થાય છે. ઉપરાંત સ્પિચ થેરાપી માટે પણ ઉપયોગી છે અને મનની એકાગ્રતા વધારે છે.
  • અમેરિકન યુનિવર્સિટી અનુસાર સંસ્કૃતમાં વાત કરવાવાળી વ્યક્તિ બીપી, કોલેસ્ટ્રોલ, મધુમેહ જેવા અનેક રોગોથી મુક્ત રહે છે.
  • દુનિયાના 17થી વધુ દેશોમાં ઓછામાં ઓછી એક યુનિવર્સિટીમાં ટેક્નિકલ શિક્ષણના કોર્સમાં સંસ્કૃત ભણાવવામાં આવે છે.હવે તો આપણા દેશ તેમજ તેની ભાષા સંસ્કૃત માટે ગૌરવાન્વિત થઈએ!

આધુનિક યુગ અને હિંદુ ધર્મ: હિંદુ ધર્મની આ વાતો જીવનમાં જરૂરી

$
0
0

હિંદુ ધર્મ વૈશ્વિક ધર્મ છે, ઘણા તેને સનાતન ધર્મ પણ કહે છે, કોઈ તેને વૈદિક ધર્મ કહેશે તો કોઈ તેને ભક્તિ માર્ગ પણ કહી શકશે. હિંદુ ધર્મની ખાસિયત છે કે તેમાં દરેકની માટે દરેક વિચારધારા રહેલી છે, તેમાં મેનેજમેન્ટ, ન્યાય, નીતિ, કર્મ, રાજનીતિ, માનવીય મુલ્યો અને ઈશ્વર સહીત લગભગ જીવનને સ્પર્શતા દરેક કાર્ય કારણને સમાવી લેવામાં આવ્યા છે. હિંદુ ધર્મમાં મૃત્યુ પછી પણ આત્માની ગતિ વિષે વિચાર કરવામાં આવ્યો છે. આટલા બધા સાહિત્ય અને અલગ અલગ માન્યતાઓ સાથે પણ કેટલીક એવી માન્યતાઓ છે જે હિંદુ ધર્મના હ્રદયમાં રહેલી છે.

શ્રદ્ધાના હોય તો સઘળું નકામું છે:

મનુષ્ય,સમાજમાં રહેતું અને ભાવનાશીલ પ્રાણી છે, ભાવનાઓ તેને બનાવે છે અને ભાવનાઓ જ તેને તોડી પાડે છે. હિંદુશાસ્ત્રોમાં શ્રદ્ધા અને વિશ્વાસનું ખુબ મહત્વ છે. સો તીર્થયાત્રાઓ કરશો પણ જો ઈશ્વરમાં શ્રદ્ધા નહિ હોય તો સર્વ નકામું બની જાય છે. બીજા અર્થમાં શ્રદ્ધા પહાડ હલાવી શકે છે અને શંકા પહાડ સર્જી શકે છે. પોતાની ઉપર અને ઈશ્વરના ન્યાય ઉપર શ્રદ્ધા અનિવાર્ય છે.

કર્મોના ફળની ઈચ્છા:

આપણે કર્મ કરીએ છીએ, કર્મ કર્યા વિના કોઈ રહી શકતું નથી. સંસાર ત્યાગીને બેઠેલો યોગી પણ કર્મ જ કરે છે. કર્મ જયારે કરવામાં આવે છે ત્યારે તે કર્મની અંદર તેનું ફળ આવૃત્ત રહે છે. ફળએ  જ કર્મનું બીજું સ્વરૂપ છે. પરંતુ માનવી ભ્રમના લીધે તેને ઓળખી નથી શકતો. કર્મ કરતા સમયે ઉદ્દેશ સારો રાખો, બીજું બધું ઈશ્વરની ઈચ્છા કે પ્રકૃતિને આધીન રહે છે.

કાર્યો ઉદ્યમથી જ સિદ્ધ થાય છે:

કોઈપણ કાર્ય બાબતે માત્ર મનોરથ સેવવાથી ક્યારેય કઈ થતું નથી. તમે જાણો છો, પુલ બનાવવો કે પછી કોઈ પણ મોટી ઈમારત બનાવવી કેટલી મહેનતનું કાર્ય છે. માત્ર સપના જોવાથી ઈમારત ઉભી થતી નથી. બિલકુલ તેમ જ જીવનમાં કઠોર પરિશ્રમ સિવાય કઈ પ્રાપ્ત થતું નથી. આ વાત પંચતંત્રમાં સ્પષ્ટ લખવામાં આવી છે.

મન અને શરીર બળવાન બનાવો:

સ્વામી વિવેકાનંદજી એ કહેલું છે કે નબળા મન કે શરીર સાથે ક્યારેય ઈશ્વરની અનુભુતિ થઇ શકતી નથી.ઈશ્વરનો અનુભવ કરવા માટે શરીર તંદુરસ્ત હોવું જોઈએ, શરીરને અવગણીને ક્યારેય સફળતા મળતી નથી. બીજા અર્થમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેયને પ્રાપ્ત કરવાનું સાધન શરીર છે. મન દરેક કાર્યનું બીજ છે, મનમાં સારું બીજ વવાય તો તે ફૂલે ફાલે અને કાર્યમાં રૂચી પેદા થાય. જો મન નબળું હોય તો કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. કાર્યમાં મન પોતે જ આડખીલી બનીને ઉભું રહે છે.

ભૂતકાળની મનુષ્યના વર્તમાન પર અસર છે, તે વાત હવે જૂની થઇ ગઈ છે. હાલના વૈજ્ઞાનિકો માને છે કે મન ખુબ બુદ્ધિશાળી છે, તે માત્ર કાર્ય નાં કરવાના બહાના પોતાની જાતે જ બનાવે છે. તબિયત બગાડવી અને ચક્કર આવવા તેના ઉદાહરણ છે. મન પોતે સ્વતંત્ર રીતે મનુષ્યને આવા નબળા વિચારો આપે છે. જો તમારે કઈ સિદ્ધ કરવું હોય તો ભૂતકાળને ભૂલી જાઓ, ભૂતકાળની તમારા હાલના જીવન પર કોઈ અસર નથી, આ હવે સ્પષ્ટ થઇ રહ્યું છે. દરેક દુર્બળ પ્રબળ બની જ શકે છે, શાસ્ત્રોમાં અનેક ઉદાહરણ છે. વાલિયામાંથી વાલ્મિકી બનવું તમારા હાથની વાત છે.

ધર્મને રક્ષણ આપો અને સ્ત્રીઓનું સમ્માન કરો:

જેધર્મને બચાવે, ધર્મ તેને બચાવે. ધર્મ એટલે કોઈ એક ધર્મ નહિ, પરંતુ બધા જીવ માત્રનું હિત સચવાય તેવી વ્યવસ્થા. બધાનું ભલું કરશો તો તમારું કોઈ બગાડવા નહિ દે. આ કુદરતનો ન્યાય છે. સ્ત્રીઓ-માતા, બહેન અને પત્ની અનેક રીતે જીવનમાં વ્યવહાર કરે છે, તેઓ તમારી અસલ શક્તિ છે, તેમને સમ્માન આપો, ખુશ રાખો


મનુષ્યની અંદર જ છે, દેવ અને દાનવનું ખરું સ્વરૂપ

$
0
0

ગતની વ્યવસ્થા જળવાઈ રહે અને બધા જીવોનું કલ્યાણ થાય તે માર્ગ ધર્મનો માર્ગ કહેવાય છે. અનેક શાસ્ત્રો, પુરાણ કથાઓ અને અન્ય નીતિ ગ્રંથો વગેરેમાં ધર્મ બાબતે ઘણી માહિતી છે. મનુષ્ય પૂર્વે જંગલમાં જીવન જીવતો હતો, સમાજ વ્યવસ્થા બાદમાં અસ્તિત્વમાં આવી. આજે પણ મનુષ્યમાં મૃત્યુનો ભય તથા શારીરિક આકર્ષણ વગેરે તેના જુના અનુભવો કે તેનો પૂર્વકાળનો અનુભવ રજુ કરે છે. ઘણું ખરું મનુષ્ય હવે તેના મનના વિષયોનો ખુબ સારી રીતે ઓળખી શકે છે. સારું ખરાબ ત્વરિત રીતે અલગ કરી શકે છે. ઈશ્વરે મનુષ્યની અંદર બુદ્ધિ મૂકી છે. આ બુદ્ધિ જ છે, જે મનુષ્ય માટે વરદાન સાબિત થઇ છે.

ધાર્મિક સાહિત્યમાં દેવી-દેવતા વગેરેની વાત આવે છે. શું દેવી દેવતાઓ ખરેખર હતાં? મનુષ્ય સિવાય પણ સૃષ્ટિનું અસ્તિત્વ હશે? કદાચ મન જ બીજી દુનિયાનો દ્વાર હશે! મૃત્યુ પછી પણ દુનિયાને જોઇને પાછા ફરેલા લોકો આ વાતની પુષ્ટિ કરે છે, તેઓએ અદ્દલ આજ પ્રકારની બીજી દુનિયા મૃત્યુ બાદ પણ  જોયેલી છે. એવું કહી શકાય કે મનના અનુભવ કે વિચારએ ચોક્કસ કોઈ ઘટના કે ભૂતકાળનું જ બીજું સ્વરૂપ હશે, મન જયારે તેને ફરીવારપ્રગટ કરે છે ત્યારે હોઈ શકે કે આપણે તેને ભૂલી ચુક્યા હોઈએ.

તો પછી દેવી-દેવતાઓ કોણ છે? દુનિયાના પ્રાચીન ગ્રંથોનું રહસ્ય એમ કહે છે કે દેવી દેવતાઓ એ મનની અવસ્થાઓ છે. મન દ્વારા જ બધું સર્જાય છે અને મન દ્વારા જ તેનો અનુભવ થાય છે. કોઈ પણ કાર્ય શરૂઆતમાં મનમાં જ ‘બીજ’ સ્વરૂપે રહે છે, પછી જ તે ‘અસ્તિત્વ’માં આવે છે.

દેવએ મનમાં ઉદભવતા ગુણોનું શારીરિક સ્વરૂપ (રૂપક) હોઈ શકે, જયારે દાનવએ મનમાં ઉદભવતા અવગુણોનું શારીરિક સ્વરૂપ (રૂપક) હશે. ગુસ્સો, લોભ અને અજ્ઞાનએ મોટા દાનવ છે, તેઓ મનુષ્ય પર સતત હુમલો કરતા રહે છે. કામદેવએ કામરૂપી અગ્નિનું પ્રતિક છે, કામ પણ મનુષ્યને મોહિત કરે છે. જયારે અવગુણો વધી જાય છે ત્યારે મનુષ્ય પોતે જ અવગુણોને લીધે અધમ અવસ્થામાં ચાલ્યો જાય છે. તેના જીવનમાં અવગુણોને લીધે માનસિક શાંતિનો નાશ થાય છે, તેનું એક પછી એક એમ કરતા સર્વસુખનષ્ટ થાય છે, તે પૃથ્વી પર જ નર્કનો અનુભવ કરે છે. શું આઅવગુણના રૂપમાં દાનવનો પ્રહાર છે?

સામે પક્ષે જયારે મનુષ્યની અંદર ક્ષમા, ધીરજ, સત્ય, જ્ઞાન અને ઉત્તમ ચારિત્ર્યનો વિકાસ થાય છે, તેમાં દેવ તત્વનો વિકાસ થાય છે. ગુણના સ્વરૂપમાં સાક્ષાત દેવો તેને આશિર્વાદ આપે છે અને તેનું બધે જ ભલું થાય છે. જેમ જેમ ગુણોનો સંચાર થાય છે તેમ તેમ મનુષ્ય દેવ અવસ્થામાં આવી જાય છે, સર્વમાં પૂજનીય બની જાય છે.

દરેક મનુષ્યની અંદર સારા ગુણો અને અવગુણો વચ્ચે સતત મંથન ચાલ્યા કરતું હોય છે. મનુષ્ય ક્યારેક લોભ લાલચમાં ખેંચાય છે તો ક્યારેકઇચ્છાઓથી વિરામ પામીને પણસુખનો અનુભવ કરવા લાગે છે.મનની કશ્મકશજ સમુદ્રમંથન હશે?જો અવગુણો વધી જાય તો મનરૂપી સમુદ્રમાંથીવિષ નીકળે છે, તેને માત્ર ત્યાગ અને વિરાગરૂપી શિવ દ્વારા જ શાંત કરી શકાય છે. મનરૂપીવિષનો પ્રભાવ સીધો વાણી પર પડે છે, શિવજીએ પણ વિષને કંઠમાં જ સ્થાન આપ્યું હતું.

મનરૂપી સમુદ્રમાં જો દેવરૂપી ગુણોનો સતત વધારો થાય તો અમૃતને પામી શકાય. આઅમૃતનું પાન કર્યા બાદ મનુષ્યની અંદર જ મોક્ષ અને સંસારથી વિરક્તિની ભાવના જન્મે છે. મનુષ્ય જગત અને દેહને અનિત્ય સમજવા લાગે છે અને આત્મભાવમાં સ્થિર થાય છે અમર બની જાય છે, મનરૂપી દરિયાના વંટોળથી મુક્ત બનીને સ્વયં દેવસ્વરૂપ બની જાય છે. કથાઓમાંજયારે પણ કોઈ દાનવનો પ્રહાર થાય છે ત્યારે તે અવગુણોનું રૂપક છે, તેમ સમજી શકાય છે. જીવનમાં આપણે લોભ, ઈર્ષ્યા, હિંસા, અજ્ઞાન અને ક્રોધ જેવા દાનવોનો સતત સામનો કરી રહ્યા છીએ, તેમને પ્રેમ, કરુણા અને ત્યાગની ભાવનાથી જ જીતી શકાય છે.

નીરવ રંજન

જીવનમાં શાંતિ પ્રાપ્તિનો સચોટ માર્ગ: ધ્યાનની પદ્ધતિઓ એક નજરે

$
0
0

ત સપ્તાહે દેશભરની ટીવી ચેનલો પર તમે જોયું હશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાલયની બરફીલી ધ્યાન ગુફામાં અમુક કલાક ધ્યાનસાધના કરી રહ્યાં હતાં. આખરે એ શું છે જે મનુષ્ય માત્રને ભીતર તરફ લઇ જવા તરફડે છે? જીવન ઘણીવાર એટલું ઝડપી ચાલવા લાગે છે કે વર્ષો ક્યાં પસાર થઇ ગયા તે પણ જો વિચારીએ તો નવાઈ લાગી જાય. આર્થિકઉન્નતિ પાછળ આજના માણસે દોડ લગાવી છે, પણ આપણે ભૂલી જઈએ છીએ કે નાની નાની ચીજોમાં જ જીવન સમાયેલું છે. રોગી મનુષ્ય એક એક દિનની મહોતાજ હોય છે, આપણે જયારે સ્વસ્થ હોઈએ છીએ ત્યારે ભાગ્યે જ આપણે જીવનનો આભાર માનીએ છીએ, તેને માણવાની કોશિશ કરીએ છીએ, પરંતુ જેવી કોઈ મુસીબત આવી પડે ત્યારે આપણને જીવનનું મહત્વ સમજાય છે. ક્ષણો ભેગી થઈને જ જીવન બને છે.

આ જીવનને શાંતિથી માણવાનો એક સોનેરી ઉપાય છે, તે છે ધ્યાન. ધ્યાન કરશો એટલે મોંઘેરું જીવન આપોઆપ લંબાવા લાગશે.

ધ્યાનની રીતો:

ધ્યાનમાં કોઈ આખરી પડાવ નથી. નીચે જણાવેલ જુદી જુદી પદ્ધતિઓ દ્વારા તમે ધ્યાનનો અનુભવકરી શકો છો. નીચે જણાવેલ પદ્ધતિઓ ગુરુગમ્ય જ રહી છે, ધ્યાનએ અનુભવની ચીજ છે, જેમ અનુભવ વધારે તેમ પ્રાપ્તિ વધુ.

કુંડલિની: ખૂબ આધાત્મિક એવા આ વિષયમાં સાત ચક્રો પર ધ્યાન ધરવામાં આવે છે.

ત્રાટક: કોઈ એક બિંદુ કે તસવીર પર તમે સતત ધ્યાન આપી રહ્યાં છો, ધ્યાનની આ રીત થોડી વિકટ પરંતુ મનને વશ કરનારી રીત છે. ત્રાટક કરનારની આંખમાં ગજબ શક્તિ હોય છે.

મંત્ર: એક મંત્રનું સતત ઉચ્ચારણ-રટણ કરવું, મંત્રના શબ્દે શબ્દને ધીરેધીરે લંબાવીને તેનો અનુભવ કરવો. મંત્ર ઉપર ધ્યાન ખૂબ જ ઉત્તમ રીત મનાય છે.

પ્રાણાયામ: અલગ અલગ રીતે શ્વાસનો અનુભવ કરીને તેને ગતિબદ્ધ અને લયબદ્ધ કરવો. પ્રાણાયામ ધ્યાન સાથે પણ થઇ શકે. પ્રાણાયામ અને ધ્યાન એકસાથે કરવાથી શારીરિક સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે.

મૌન: કોઈ પણ શબ્દ કે વિચારને શૂન્ય કરવો, માત્ર મૌન કરીને પણ ધ્યાન કરી શકાય.

તાંત્રિક ધ્યાન: તંત્ર છબીઓ ઉપર કે કોઈ દૈવીય શક્તિના સ્વરૂપ ઉપર ધ્યાન કરવું. તંત્રમાં અનેક રીતો છે, જેમ કે, તમારું શરીર નથી તેમ માનીને આંખો બંધ કરવી અને ધ્યાન કરવું.

વિપાસના: દરેકે દરેક ક્ષણે તમે જીવંત છો તેનો અનુભવ કરવાનો છે. તમે વર્તમાનમાં જીવી રહ્યાં છો, તમે કોઈ પણ ચીજ કે ઘટના પ્રત્યે કોઈ અભિપ્રાય નથી આપી રહ્યાં. ધ્યાનની આ રીતે ખૂબ જ લોકપ્રિય છે.

ઝેનપદ્ધતિ: શ્વાસ અને માત્ર શ્વાસ, પર્વતની જેમ તમે બેઠાં છો, દરેક ક્ષણે તમે તમારા શ્વાસને જ બચાવી રહ્યાં છો. કોઈ પણ ચીજ તમારું ધ્યાનભંગ ન કરે તેની માટે તમે જાગ્રત છો.

ચેતના અને ઓળખ: તમે જે કાઈ પણ કરી રહ્યાં હોવ, તેને એક ઓળખ આપો, વિચાર કરી રહ્યાં હોવ તો, હું વિચારી રહ્યો છું, જોઈ રહ્યાં હોવ તો હું જોઈ રહ્યો છું. કોઈ પણ હરકત બાબતે તમે ચેતન હોવા જોઈએ.

નેતિ નેતિ: દરેક ભાવ અને ઓળખને સમાપ્ત કરીને માત્ર આધ્યાત્મિક ચેતનામાં જીવવું. નામ અને સ્વરૂપ ગૌણ સમજવા, માત્ર ચેતના જ સત્ય છે.

હુંકોણ છું: માત્ર અનુભવ કરવાનો છે કે હું કોણ છું? શું હું શરીર છું? મન છું? ચેતના છું? આખરે હું કોણ છું? ધ્યાનની આ પદ્ધતિ તમારી સમજણ અને જીવનના ખરા અર્થમાં ખૂબ ઊંડાણ લાવે છે.

દ્રષ્ટા કે સાક્ષી ભાવ: તમારે ચેતનાનો અનુભવ કરવાનો છે, તમે કોઈ કાર્યના કરનાર નથી, જે થઇ રહ્યું છે તેને માત્ર અવલોકન કરવાનું છે. ધ્યાનની આ પદ્ધતિ તમને શાંતિ અને મનની અવિચારી ગતિથી રાહત આપે છે.

શૂન્યતા: બધું જ મતલબ વિનાનું છે, કોઈ પણ ચીજ કે ઘટના છેલ્લે અસ્તિત્વ ગુમાવે છે. કોઈ પણ પદાર્થ કે માહિતી છેલ્લે અર્થહીન બનીને જ રહે છે. બધું ભૂલી જાઓ, તમને ખ્યાલ આવશે કે ભળવું આસાન નથી. ધ્યાનની આ રીત ખૂબ સરળ પણ અટપટી છે.

હ્રદય પર ધ્યાન: તમારી અંદર ચાલતો અવાજ કે સંકેત તમારે ઓળખવાનો છે. તમે ધીરેધીરે જાણશો કે તમને હ્રદયના ધબકારા સ્પષ્ટ રીતે અનુભવાઈ રહ્યાં છે. આ જ તમે છો.

પ્રેમ અને શબ્દ પર ધ્યાન: તમારા ગુરુ કે ઈશ્વર પ્રત્યે તમે સમર્પિત છો. તમે તેમને દરેક ક્ષણે પ્રેમપૂર્વક યાદ કરી રહ્યાં છો. આ રીતથી જીવનમાં પ્રેમનો સંચાર થાય છે.

નીરવ રંજન

ઈયળ-સમડીની વાત અને તથાગત બુદ્ધનો ઉપદેશ

$
0
0

કવાર એક સુંદર વનમાં કીટક તેમના નિત્યક્રમે ઝાડની બખોલમાં આહાર કરી રહ્યા હતા, દરેક જીવને પાસે સ્વતંત્રતા હોય છે. સ્વતંત્રતા દરેક જીવને વ્હાલી છે. ઇયળનું એક બચ્ચું વધુ ખોરાક ખાવા માટે ઝાડની બહાર નીકળી ખોરાક શોધવા લાગ્યું, ત્યાં જ એક પક્ષીની નજરએ બચ્ચા પર પડી, ક્ષણભરમાં તે પક્ષીએ આ ઈયળના બચ્ચાને પોતાની ચાંચમાં ઉપાડી લીધું.

મૃત્યુ તરફ જઈ રહેલ આ કીટકને વિચાર આવ્યો, હું કેટલી સુખી અને સુરક્ષિત હતી, મારી મર્યાદામાં હું મારા વડીલો સાથે રહી હોત તોઆ દિવસ ના જોવો પડત. પણ હું મારી સીમામાંથી બહાર ચાલી ગઈ, અને હવે તેનું પરિણામ મારી સામે છે. જે પોતાની નિશ્ચિત સીમાઓ અને મર્યાદાઓમાં નથી જીવતો તેની સાથે આવું થઇ શકે છે, તથાગત બુદ્ધ બોલ્યા. (સંયુક્તનિકાય)

કાન, આંખ, જીભ બધા પોતાનું કાર્ય કરે છે, આંખ જુએ છે પણ બોલતી નથી. કાન સંભાળે છે પણ દેખતા નથી. મનસિવાયની બધી ઇન્દ્રિયો પોતાની મર્યાદામાં જ કાર્ય કરે છે. પરંતુ મન એક એવું અતિન્દ્રિય છે કે જે કાન સાંભળે પછી તેના પર પોતાનું કાર્ય કરવાનું શરુ કરે છે. માટે મનનું કાર્ય ખુબ જ વિકટ છે, જો મન કાબુમાં ના રહે તો મનુષ્યનો વિનાશ તેનું પોતાનું જ મન કરી શકે છે.

મન જયારે કાબુમાં નથી રહેતું, ત્યારે તે વિષયો પાછળ દોડવા લાગે છે. સારું કે ખોટું જોયા વગર મન દરેક વિષયમાં પોતાનો અભિપ્રાય આપવા આવી જાય છે. વિષયોમાં રત થઇ જવું એ મનની સૌથી મોટી તકલીફ છે. અવાજ, સ્વાદ, દ્રશ્ય બધાને પોતાની રીતે રજુ કરવા એ મનનો અવગુણ છે, મન પોતાની વાતને જો આમ થશે તો… કહીને મનાવવા કોશિશ કરે છે. બુદ્ધિશાળી મનુષ્ય જે જાગૃત છે, વર્તમાનમાં જીવે છે, જેણે વિવેક, નમ્રતા, ચારિત્ર્ય અને ધીરજ ગ્રહણ કર્યા છે, તે મનની આ ચાલ સામે સદા જાગૃત રહે છે. આવો ધીર ગંભીર પુરુષ ધીરે ધીરે સંસાર સાગરને સફળતા પૂર્વક પાર કરીને સ્થિર મનથી મુક્તિ પામે છે.ખેડૂત પાણી વાળે છે, સુથાર લાકડું ઘડે છે, લુહાર ઓજાર ટીપીને સીધું કરે છે, ગુણવાન મનુષ્ય પોતે મન, વાણી અને આચરણ થકી પોતાની જાતને ઘડે છે.

જયારે પણ મન તમને બાંધવાની કોશિશ કરે ત્યારે હંમેશા યાદ રાખો કે તમારા મનના વિચારો એ તમારા મનનું પોતાનું ભાષાંતર કે અર્થઘટન છે, હકીકત નથી. હકીકત કઈ પણ હોઈ શકે છે. હકીકત જયારે ઘટના બને ત્યારે જ સાચી. જયારે તમે ક્રોધિત હોવ છો, અસફળ થાઓ છો ત્યારે મન બેકાબુ બની જાય છે, તમે ઘટના અને લોકો માટે પોતાના અર્થઘટનથી જ પીડાઓ છો. હકીકત આપણા વિચારો જેટલી ક્રૂર હોતી નથી.

તથાગત બુદ્ધએ મનુષ્યોને સદા જાગૃત રહેવાનો માર્ગ બતાવ્યો.તથાગત બુદ્ધના ઉપદેશોને જો આપણે એક જ વાક્યમાં મુકવાની કોશિશ કરીએ, તોતે કદાચ આજ હોઈ શકે કે “કોઈ પણ બંધન સારું નથી, કોઈ પણ બંધનથીમનનુંમુક્ત થવું જ મનુષ્યને નિર્વાણ પ્રાપ્તિ કરાવશે.”

જેમ કે ચીજ વસ્તુઓનું બંધન, આપણને ચીજો વગર નથી ચાલતું, પરંતુ ચીજો આપણી સુવિધા માટે છે ત્યારબાદ ચીજોની જાળવણી અને તેમને ઘરમાં જગ્યા આપવા માટે મથીએ છીએ. આપણને આપણા અભિપ્રાયો અને માન્યતાઓનું પણ બંધન છે,અભિપ્રાયો અને માન્યતાઓ દ્વારા શું મળે છે? માત્ર તેના તેજ વિચારોથી શું મળે છે? આથી વિરુદ્ધ કોઈ પણ મતથી મુક્ત થવાથી તમે નિર્વાણ તરફ આગળ વધશો.

જેમ સ્ફૂર્તિવાન ઘોડો સદા ચેતન હોય છે, ચાબુકના પવન માત્રથી તે પોતે ચાલવા લાગે છે, તેમ મનુષ્યે પણ મનના વિષયો, લોભ, મોહ, અજ્ઞાન અને ક્રોધથી સદા સચેત રહેવું જોઈએ. શ્રદ્ધા, ચારિત્ર્ય, મહેનત, ધ્યાનઅને ઉત્તમ આચરણવડે મનુષ્ય સંસારના દુઃખને દુર કરી શકે છે. કોઈપણ બંધનથી મનને મુક્ત કરવાથી જ સાચી શાંતિ મળી શકે છે. સોની જેમ સોનામાંથી મેળ દુર કરે છે, થોડું તાપે અને થોડું ઠારે અને થોડો ઘાટ આપે તેમ મનુષ્યે પણ પોતાના આચરણને સૂક્ષ્મતાથી નીરખીને ધીરે ધીરે શુદ્ધ કરવું જોઈએ.

જાપાનમાં આધ્યાત્મની નવી દ્રષ્ટિ, સ્વચ્છતા છે આધ્યાત્મિક વિષય

$
0
0

ક વહેલી સવાર છે, દુનિયામાં સૌથી પહેલા જાગી જતાં લોકોના દેશ જાપાનમાં ચહલપહલ શરુ થઇ ચુકી છે. ક્યોતોમાં એક શાળામાં ભૂલકાંઓ પુસ્તકો નથી ભણી રહ્યાં પણ સવારમાં પહેલાં સફાઈ કરી રહ્યાં છે. જી હા! રોજ સવારે ક્લાસમાં પહેલુ કામ તેમને માટે સફાઈનું જ હોય છે, પહેલો પીરીયડ ‘સફાઈ’ નો… જાપાનમાં આ સુટેવને તેમની ભાષામાં ‘ઓ સોજી’ કહે છે. આશરે ૨૦ મિનીટ સુધી બાળકો દરેક ચીજવસ્તુથી લઇ, ફ્લોર, બાથરૂમ બધું જ સ્વચ્છ કરે છે. છેલ્લો પીરીયડ પણ સફાઈનો જ છે.

મન અને જીવનમાં જગ્યા હોય તો કઈ સર્જન થાય, માટીના ઘડાનું કાર્ય ખાલી ‘જગ્યા’ આપવાનું છે. તે જ પ્રમાણે જીવનમાં, મનમાં, મકાનમાં અને વિચારોમાં પણ જો ‘જગ્યા’ થાય તો જ કશુક નવું સર્જાઈ શકે. આપણને મંદિર, પહાડ અને દરિયા કિનારા ખૂબ પસંદ છે, કારણ કે ત્યાં કુદરતે જગ્યા મૂકી છે, મંદિર માનવે બનાવ્યાં છે પણ ત્યાં પણ ‘સ્વચ્છતા’ અને ‘જગ્યા’ હોય છે. આ જગ્યા અને સ્વચ્છતા જ છે, જે પવિત્ર છે. લાઓત્સે કહે છે કે ખાલીપામાંથી જ સર્જન થાય છે, માટે જીવનમાં જો સુખ અને શાંતિનો અનુભવ કરવો હોય તો સ્વચ્છતાને અપનાલો અને બિનજરૂરી ચીજોને ગુડબાય કહો.

 

જાપાનના ઝેન સાધુને કોઈકે પૂછ્યું કે, તમે ચા પીવાને કઈ રીતે આધ્યાત્મ સાથે જોડો છો? જૈન સાધુઓ જયારે ચા પીવે છે ત્યારે ચાના એક એક ઘૂંટ અને તેની મહેકને ધીરે ધીરે માણે છે. ચા બનાવવી પણ તેમની માટે આધ્યાત્મ છે, જયારે તમે કોઈ પણ કાર્યમાં મન પરોવો છો ત્યારે તે કાર્ય ઈશ્વરીય બની જાય છે. તમે તમારા ખરા અસ્તિત્વમાં આવો છો, તમે અને કાર્ય એક થઇ જાઓ છો ત્યારે કાર્ય ઉત્તમ બને છે. રોજે રોજ મંદિરમાં જયારે સફાઈ થાય છે, ત્યારે આ સફાઈ મંદિર સાથે અમારા આત્મા અને મનની પણ થઇ રહી છે તેવો અમે અનુભવ કરીએ છીએ, તેઓ બોલ્યાં.

જયારે પણ તમે બિનજરૂરી ચીજોથી દૂર જાઓ છો ત્યારે તમે તમારા માટે ઉત્તમ સમયની વ્યવસ્થા કરો છો. જયારે તમે સફાઈ કરી રહ્યાં છો ત્યારે તમે અનુભવો કે તમે તમારા મલીન વિચારોને પણ તમારાથી દૂર કરી રહ્યાં છો. ખરાબ વિચારો, રૂઢિચુસ્ત અને ખોટી માન્યતાઓને વિદાય આપી રહ્યાં છો. હવે તમને લાગશે કે સ્વચ્છતા એ બિલકુલ આધ્યાત્મિક વિષય છે.

તમારા ઘર, ઓફિસ કે કારમાં માત્ર 20 ટકા જ એવી ચીજો છે જે તમને ખરેખર કામ આવી રહી છે, બાકીની ચીજો ત્યાં શું કરી રહી છે? જયારે કોઈ જગ્યા ગંદી હોય છે, ત્યારે તમારું મન નકારાત્મક વિચારો ગ્રહણ કરવા લાગે છે. તે તમારી તબિયતને પણ નુકસાન કરે છે. તમે એવા જીવનનું સર્જન કરી શકો છો, જ્યાં માત્ર જરૂરી ચીજો સાથે પુષ્કળ જગ્યા, સ્વચ્છતા અને કીમતી સમય છે.

જયારે મનુષ્યને દુઃખ આવે છે, ત્યારે કોઈ ચીજ નહીં, પરંતુ સંબંધ અને પ્રિયજનોનો પ્રેમ તેને જીવનમાં વિશ્વાસ આપે છે, ચીજો નહીં! મન, શક્તિ અને સમય માર્યાદિત છે માટે મહત્વના કાર્ય અને ચીજો જ તમારી પાસે રાખો. જયારે પણ તમે સફાઈ કરો છો, ત્યારે મન પરોવીને સફાઈ કરો, સફાઈ કર્યા બાદ તમે ખરેખર આનંદનો અનુભવ કરશો.

આપણે જયારે ધૂળમાટી સાફ કરીએ છીએ ત્યારે આપણે મનમાં બાઝી ગયેલા દૂષિત વિચારોને પણ દૂર કરીએ છીએ. સફાઈમાં વિતાવેલ સમય આપણી માટે આરાધના બની જાય છે, સફાઈમાં વિતાવેલ સમય બાબતે કયારેય કોઈને પસ્તાવો નથી થતો. આપણું ઘર ગમે તેવું હોય નાનું કે મોટું, ત્યાં આપણી સાથે આપણો આત્મા અને ઈશ્વર પણ વસે છે, આત્મા શરીરમાં રહે છે, શરીર ઘરમાં રહે છે. માટે દેહની કાળજી લો તે જ રીતે ઘરની પણ કાળજી લો. જયારે સફાઈ થાય છે, સ્વચ્છતા થાય છે ત્યારે જ ઈશ્વરનો નિવાસ થાય છે, મન શાંત થાય છે અને જીવન સંભાવનાઓથી ભરપુર બની જાય છે.‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ સ્વચ્છતામાં ઈશ્વરનો નિવાસ છે.

વિચારપુષ્પ: તમારી આસપાસની‘બિનજરૂરી ચીજો’ એક સમયે ‘ધન’ હતી.

નીરવ રંજન

‘અલખ નિરંજન’: સિદ્ધયોગી ગોરખનાથ અને મત્સ્યેન્દ્રનાથ

$
0
0

ભારત જગતગુરુ છે, ભારતની ધરા પર અનેક સિદ્ધ યોગીઓએ જન્મ લીધો અને આખી દુનિયામાં શાંતિ અને મોક્ષનો માર્ગ બતાવ્યો છે. મહાયોગી ગોરખનાથ અને મત્સ્યેન્દ્રનાથને કોણ નથી જાણતું? એવું કહેવાય છે કે આ સિદ્ધ યોગીઓ નવનાથ પૃથ્વી પર હમેશાં વિચરણ કરતાં રહે છે. તેઓ દરેક સમયે દરેક જગ્યાએ આવી શકે છે. તેઓ સતત સંસારને તકલીફો, રોગ અને આફતથી બચાવવાનું કાર્ય કરે છે. કદાચ એ પણ સત્ય જ હશે કે, આટલાં સૈકાઓ વીતવા છતાં અનેક આક્રમણો અને તકલીફોની વચ્ચે પણ માનવતા અને ભારત ભૂમિ પર ધર્મ જીવતો રહ્યો તેનું કારણ આ યોગીઓની ગુપ્ત શક્તિ અને તેમના આશીર્વાદ જ હશે.

ઘણાં બધાં અભ્યાસ થયાં છે, પરંતુ નાથયોગીઓ અને તેમનો ઉદભવ પરંપરા લગભગ ગુરુગમ્ય રહ્યાં છે. ભારતમાં દક્ષિણથી ઉત્તર અને છેક બલૂચિસ્તાન સુધી નાથયોગીઓની વાર્તાઓ અને દુહા જાણવા મળે છે. નેપાળમાં નાથયોગીઓનું ખૂબ વધુ મહત્વ છે, હિમાલય પાર કરીને તિબેટ જાઓ ત્યાં પણ તેમના અંશ અને વાયકાઓ છે.

એકવારભગવાન શિવ અને મા પાર્વતી સમુદ્રકિનારે બેઠાં હતાં, ત્યારે માએ આદિનાથ પ્રભુ શિવને જગતનું કારણ, તંત્ર અને સિદ્ધિઓ વિષે અનેક પ્રશ્ન કર્યા, ભગવાન જયારે માતાજીને આ બધું કહી રહ્યાં હતાં ત્યારે ત્યાં નજીકમાં જ એક મત્સ્ય એટલે કે માછલી આ બધું સાંભળી રહી હતી. આ માછલીનો ગર્ભ પણ આ બધું સાંભળી રહ્યો હતો. આ ગર્ભરૂપી જીવને સીધા મહાદેવના મુખે ગુપ્ત જ્ઞાન મળ્યું, મંત્ર મળ્યાં. આ સિદ્ધયોગી તે મત્સ્યેન્દ્રનાથ. જ્ઞાનનો પ્રભાવ જુઓ, તેઓ મત્સ્યના મુખમાંથી પ્રગટ થયાં હતાં અને સીધા સમુદ્ર પર ચાલવા લાગ્યાં હતાં.

એકવાર એક ગામે સિદ્ધયોગી મત્સ્યેન્દ્રનાથ વિચરણ, વિહાર કરી રહ્યાં હતાં. યોગીઓ માટે તો તેમનું ખપ્પર, ચીપીયો, અને લંગોટ જ તેમની સંપતિ છે. ‘અલખ નિરંજન’નો નાદ કહેતાં તેઓ એક ઘર પાસે આવી ભીક્ષા લેવા ઉભા રહ્યાં. તેમણે જોયું કે ભીક્ષા દેનાર સ્ત્રીને શેર માટીની ખોટ હતી. તેને સંતાનની ઈચ્છા હતી. સ્ત્રીના મનની વાત યોગીએ જાણી લીધી તેઓ એ આ સ્ત્રીને ભીક્ષાના બદલામાં પ્રસાદ આપ્યો, અને કહ્યું કે તારે ત્યાં અવતારી બાળક થશે, પણ સમય આવ્યે એ બાળક મારી પાસે પાછું આવશે, આ શરત છે. તું આ પ્રસાદ ખાઈ લે જે,‘અલખ નિરંજન’નો નાદ કહેતાં તેઓ ત્યાંથી પસાર થઇ ગયા.

પેલી સ્ત્રીએ તેના પતિને આ વાત કહી, તેના પતિએ તેની વાત ન માની, તે સ્ત્રીએ તે પ્રસાદ પોતાના વાડામાં ગાયોની વચ્ચે ગોમયમાં મૂકી દીધો. થોડો સમય વીતી ગયો, એકવાર આ સ્ત્રીને ગાયો પાસે સફાઈ કરતાં સમયે ગાયોના ગોમય વચ્ચે બાળક મળી આવ્યું. તરત પેલી સ્ત્રીને પોતાની ભૂલ અને સિદ્ધયોગી મત્સ્યેન્દ્રનાથની વાત યાદ આવી. આ અવતારી બાળક બીજું કોઈ નહીં પરંતુ ગોરખનાથ હતાં. સમય જતાં આ પ્રભાવી બાળક ખૂબ બુદ્ધિશાળી અને સ્થિતપ્રગ્ન લાગ્યું. પેલી સ્ત્રીએ તેને ખૂબ લાડકોડથી તેને મોટો કર્યો. પરંતુ પેલું બાળક માત્ર તેના ગુરુજીને ક્ષણે ક્ષણે યાદ કરી રહ્યું હતું. એક સમયે સિદ્ધયોગી મત્સ્યેન્દ્રનાથે તે સ્ત્રી પાસે તે યુવાન થયેલ બાળક પાછુ માંગ્યું પણ તે સ્ત્રીએ તેમની વાત ટાળી દીધી અને બાળકને છુપાવી દીધું.

સમય એવો આવ્યો કે આ યુવાન પોતાના ગુરુની યાદમાં મૃત્યુશય્યા પર આવી ગયો, અને તેના અંતિમ સંસ્કાર થઇ રહ્યાં હતાં. પરંતુ તે જ સમયે સિદ્ધયોગી મત્સ્યેન્દ્રનાથ ત્યાંથી પસાર થયાં, તેઓથી કશું અજાણ્યું નહોતું. તેઓને જોતાં જ પેલી સ્ત્રી રોઈ પડી, તેણે સિદ્ધયોગી મત્સ્યેન્દ્રનાથને યુવાનને બચાવી લેવાની વિનંતી કરી. ગુરુજનો સદાય તેમના શિષ્યોનું ભલું જ ઇચ્છતા હોય છે.

સિદ્ધયોગી મત્સ્યેન્દ્રનાથએ ‘અલખ નિરંજન’નો નાદ કર્યો, આખી ધરા આકાશ પાતાળ તેમના ઊંડા ભારે સ્વરથી ધ્રૂજી ઉઠ્યાં, તેમણે કહ્યું ‘સિદ્ધયોગી ગોરખ આવી જા, તારી જ રાહ જોઉં છું.’ વાયકાઓ કહે છે કે, યુવાન તેની મૃત્યુશય્યા-ચિતા પરથી ઉભો થયો, મૃત્યુને પણ પાછાં જવું પડ્યું. એ યોગી ઉભા થઈને પોતાના ગુરુ સિદ્ધયોગી મત્સ્યેન્દ્રનાથને ભેટી પડ્યાં, આશીર્વાદ લીધાં, પોતાના માબાપને પગે લાગ્યાં અને‘અલખ નિરંજન’નો નાદ કરતાં સંસારના કલ્યાણના રસ્તે ચાલવા લાગ્યાં, આ યોગી તે મહાગુરુ ગોરખનાથ બાબા. ગાયના ગોમયમાંથી જન્મ્યાં એટલે તેમનું નામ પડ્યું, ગોરજ- પરથી ગોરખનાથ.

“કેનોપનિષદ” જ્યારે ભગવાન શિવે બ્રહ્માજીને પ્રશ્ન કર્યા…

$
0
0

નુષ્ય જેમ જેમ પ્રગતિ કરતો ગયો તેમ તેમ તેનામાં અહમનો સંચાર થયો અને આજેઅહમ બધી વાતોને આડે આવીને ઉભો રહે છે. આપણે આર્થિક દુનિયાના રાજા હોઈ શકીએ, પરંતુ પૃથ્વી પર આપણે એક નાના પ્રાણી પણ છીએ, સૃષ્ટિવિશાળ છે, તેનું માપ કાઢવું શક્ય નથી. તેનો પાલનકર્તા કેટલો વિશાળ અને અગાધ હશે, તે જાણવું આપણું ગજું નથી.આંખો તેની રોશની અને ઉમર પ્રમાણે જોઈ શકે, કાન પણ તેની મર્યાદામાં જ સાંભળી શકે, તેમ મન પણ તેની મર્યાદામાં જ સમજી શકે છે.

મન વડે આપણે બધું અનુભવીએ છીએ, મનમાં બધા ભાવ ઝીલીએ છીએ, તો આ મનનું સંચાલન કોણ કરે છે?મનના પ્રશ્ન ક્યાંથી આવે છે? મન ક્યારેક ડરે છે, ક્યારેક ખુશ થાય છે? મન સતત ચલન કરતુ રહે છે, સુઇએ ત્યારે પણ મન દોડતું રહે છે? શ્વાસ બંધ નથી થઇ જતા? ક્યારેક બધું સારું હોવા છતાં પણ શ્વાસ બંધ થઇ જાય છે? આપણે માનવું પડે કે, આ પ્રશ્નના જવાબ આપણને મળ્યા નથી. આખી સૃષ્ટિમાં એક ચેતના છે, પ્રાણ શક્તિ છે, તેનું સંચાલન કોણ કરે છે? ઈશ્વર કેમ દેખાતો નથી?

કેનોપનિષદમાં બ્રહ્માજી કહે છે, હું પણ ઈશ્વરને સમજી શક્યો નથી, તેમનો પાર પામવો અશક્ય જ છે. પરંતુજવાબ તો એ છે કે, તમારું મન પોતેજ ઈશ્વરની દેન છે. મનને વિચારવાની શક્તિ ઈશ્વર જ આપે છે, તો ભલા ઈશ્વર કોણ છે? એ મન કઈ રીતે કહી શકે? આંખનેજોવાની શક્તિ ઈશ્વર આપે છે, તો આંખ કેવી રીતે ઈશ્વરને જોઈ શકે? જીભનેબોલવાની શક્તિ ઈશ્વર આપે છે, તોજીભ કેવી રીતે ઈશ્વરને કહી શકે? કાનનેસાંભળવાની શક્તિ ઈશ્વર આપે છે, તોકાન કેવી રીતે ઈશ્વરને સાંભળી શકે? આ બધા અંગ માત્ર કલ્પના જ કરી શકે. આપણી અંદર જે પરમ તત્વ, પ્રાણ શક્તિ છે, તે જ ઈશ્વર હશે તેવું બ્રહ્માએ કહ્યું.

 

જે ઈશ્વરને નથી જાણતો, તે જ્ઞાની ઈશ્વરને જાણે છે. જે કહે છે કે તે ઈશ્વરને જાણે છે, તેને હજી ઈશ્વરને જાણવાનો બાકી છે. મનુષ્યદવાઓ શોધીને સૃષ્ટિને કાબુ કરવા પ્રયત્ન કરે છે, પરંતુ એ દવાઓ જ તેની માટે સમય જતા વિષ બની જાય છે. ખરેખર તો ઈશ્વર જ જીવને જીવનની શક્તિ આપે છે, પાંચ મહાભૂત તેઓને આધીન રહે છે, ઈશ્વર જ તેમાં પ્રાણની અનુમતિ આપે છે. પરંતુ જીવ માયા અને ભ્રમણાને કારણે આ શક્તિને સામે હોવા છતાં જોઈ નથી શકતો. છેલ્લે સઘળું ઈશ્વરના હાથમાં જ છે. આપણે કાર્ય કરીને કઈ મેળવીએ, પરંતુ કાર્ય કરવાની પ્રેરણા અને શક્તિ પણ ઈશ્વર જ આપે છે.

ઈશ્વરને જાણવા માટે, ગુરુ, ગ્રંથો અને માયાથી મુક્તિ મહત્વની છે. જયારે મનુષ્ય અહમને હટાવીને સંસારના લય-વિલયને જુએ છે, તે અદ્રષ્ટ કારણો અને ઈશ્વરીય સત્તાનોસ્વીકાર કરે છે ત્યારે મનુષ્ય માટે ઈશ્વર તરફ જવાનો રસ્તો ખૂલતો જાય છે. ઈશ્વરને ક્યારેય આંખ, મુખ, વાક, શ્રુત, સ્પર્શ કે મન મહારાજાથી નથી ઓળખી શકાતો, કારણ કે આ બધાને ચલાવનાર જ ઈશ્વર છે. એક કોમ્પ્યુટર કઈ રીતે જાણી શકે કે વિદ્યુત શું છે? તે પોતે જ જયારે વિદ્યુતથી ચાલી રહ્યું છે. જેમ પાણીને પીવાથી તેના સ્વાદ અને પાણી છે તેમ અનુભૂતિ થાય છે, બરાબર તેમ જ ઈશ્વરનો અનુભવ કરવાથી જ તેને જાણી શકાય છે.

સંસારમાં દરેક જીવને જીવન માટે કેટલી શક્તિ મળી છે? જીવની ઉન્નતિના સ્તર અને જીવ માટે ઈશ્વર તરફનો માર્ગ પણ ઈશ્વરની કૃપાથી જ મળે છે, માટે અનંત જગતમાં વ્યાપ્તએ ઈશ્વરની ભક્તિ જ મહત્વની છે, ઈશ્વરની કૃપા વગર કશું જ શક્ય નથી, બ્રહ્માજી બોલ્યા. (કેનોપનિષદસાર)

વિચારપુષ્પ: ઈશ્વરનું આયોજન, આપણા આયોજન કરતા વિશાળ હોય છે. ક્યારેક હું આકાશ તરફ જોઉં છું અને કહું છું, મને ખબર હતી એ તમે જ હતા.

નીરવ રંજન

 

નિરાશા અને સ્પર્ધા સામે લડત: એક મનોવૈજ્ઞાનિકની પાંચ વાત

$
0
0

ક યુવાન સ્ત્રી પરેશાન છે, એક યુવક પણ પરેશાન છે. તેઓ સૌ તંદુરસ્ત છે, અને સુખી ઘરના સભ્ય છે છતાં તેઓ સતત માનસિક તાણ અને ઉપેક્ષાઓ સહન કરી રહ્યા હોય તેવું લાગે છે. તેઓ પાસે આરામથી જીવવા જોઈએ, તે બધું જ છે, છતાં તેઓ તેને ધ્યાને નથી લેતાં. પરિણામ એ આવે છે કે તેઓ હતાશા તરફ ચાલ્યાં જાય છે, તેમનું જીવન સતત સરખામણી અને શો-બાજીનું માધ્યમ બની ગયું છે. તેઓ સોશિયલ મીડિયા અને ફોટોગ્રાફીની સ્પર્ધા અનુભવી રહ્યાં છે. આ બધાની વચ્ચે તેમની યુવાનીનો અમુલ્ય સમય વેડફાઈ રહ્યો છે. તેમની કારકિર્દી દિશા નક્કી કરે તે પહેલા તેઓ ડીપ્રેશન અને ભય અનુભવી રહ્યાં છે. લગ્ન બાબતે કે સામાજિક જવાબદારી બાબતે તેઓને કોઈ જ રસ રહ્યો નથી. તેઓ સતત સરખામણી અને તરંગી દુનિયાની અંદર ખોવાઈ રહ્યાં છે.

વિચાર ૧: નોટમાં લખી લો, કોઈ તમારા વિષે શું વિચારે છે? તે તમારા હાથની વાત નથી.

તમારું જીવન અમુલ્ય છે, તમે એકમાત્ર વ્યક્તિ છો, તમારા જેવા બીજા વ્યક્તિ કુદરતે નથી બનાવ્યા. તમે તમારા જીવનમાં ડોકિયું કરો, તમે જે બનવા ઈચ્છો છો એ બનો. લોકો તમને શું કહેશે? તમારા ફોટા લાઈક કરશે કે નહિ કરે? તેની પાછળ સમય ના બગાડશો. દુનિયાને તમારા કાર્યથી મતલબ છે. તમે બધાને મદદરૂપ બનો, સમાજને નાની કે મોટી કોઈપણ ભેટ કે સેવા આપી શકો તો તે કરો, તે તમારામાં આનંદનો સંચાર કરશે. તમે ઓઈને બદલી નથી શકવાના, આજે તમારા પ્રશંસક કાલે તમને ના પણ મળે, આ વાતને સમજો.

વિચાર ૨:અન્ય પર પ્રભાવ પાડવા માટે ના જીવો.

સોશિયલ મીડિયા અને ફોટો શેરીંગ એપ્સના લીધે આજે લોકો તુરંત પ્રસિદ્ધિ મેળવવા માંગે છે. પરંતુ તમારું ખરું જીવન વાસ્તવિક જીવન તમે જે કાર્ય કરી રહ્યા છો, જ્યાં રહો છો ત્યાં છે. જયારે તમે બીજા પર પ્રભાવ પડવાની કોશિશ કરો છો, ત્યારે તમે સામેવાળાની જરૂરિયાત પ્રમાણે પોતાને બદલી રહ્યા છો. તેના પરિણામે તમે તમારો ‘સ્વતંત્ર સ્વભાવ’ અને ‘ઓળખ’ તમે ગુમાવી રહ્યા છો. જે છેવટે હતાશા તરફ લઇ જશે. તમે જે છો તે જ રહો.

વિચાર ૩:દરેક વ્યક્તિ સાથે સરખામણી ના કરશો, દરેક વ્યક્તિ પાસે પોતાની તકલીફ પણ છે અને તે પણ તમારી જેમ જ મહેનત કરી રહી છે.

બીજાના ભાણામાં લાડુ મોટો જ લાગે છે. આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિ સતત મહેનત અને સ્પર્ધામાં જીવી રહી છે. તમે જે જુઓ છો, તે સિક્કાની એક બાજુને જ જુઓ છો, જરા એની બીજી બાજુ પણ જુઓ. દરેક વ્યક્તિ પાસે સતત અપેક્ષાઓ રહે છે, દરેક વ્યક્તિ એક ઉમરના દાયરામાં આપણી જેમ જ મહેનત કરી રહી છે. તેઓ જ્યાં છે તે સંજોગ અને મહેનત ના લીધે છે, બધાને સરખા સંજો નથી મળતા. તેઓને તમારા સાથી મુસાફર સમજો, કોઈ નાનું કે મોટું નથી, બધા જ મહેનત કરીને જીવીરહ્યા છે, નાના મોટા દરેકનું જીવન સન્માનનીય છે જ.ઘણીવાર લોકો પાસે સાધન અને સ્વાસ્થ્ય પણ નથી હોતા.

વિચાર ૪:જે ચીજ તમે નથી બદલી શકવાના તેને આજે જ મનમાંથી વિદાય આપો.

આપણે જયારે કોઈ પણ ચીજ કે જીદને વિદાય આપીએ છીએ, ત્યારે આપણે શાંતિ અને હાશનો અનુભવ કરીએ છીએ. આપણે જયારે પોતાને સ્વીકારી લઈએ છીએ, ત્યારે સમગ્ર દુનિયા પણ આપણને સ્વીકારી લે છે. ભૂતકાળને તમે બદલી નથી શકતા. તમે જેટલું કરી રહ્યા છો, તે બિલકુલ બરાબર અને તમારી ક્ષમતા મુજબ છે, તેમાં વિશ્વાસ રાખો. સતત વધુની અપેક્ષામાં તમે હતાશા તરફ વળી જશો. તમે પોતાને પોતાની જાતને હમેશા વફાદાર રહ્યા જ છો. જીદ અને ખોટી અપેક્ષાઓને અલવિદા કહો, ત્યાંથી જ શાંતિ અને સુખની શરૂઆત થશે.

વિચાર ૫: ઘટનાઓને મનુષ્ય પોતે મતલબ આપે છે, ઘટનાનો પોતાનો કોઈ મતલબ નથી. (મુક્તિ?)

મનુષ્ય જયારે કોઈ પણ ઘટનાને મુલવે છે ત્યારે તે પોતાને જે ‘માફક’ આવે તે અર્થ જ આપે છે. પરંતુ અહી એક મોટી સમસ્યા છે, દાખલા તરીકે કોઈ વ્યક્તિ તમને નથી ગમતી, તો તમે તેનો હમેશા વાંક જ જુઓ છો, અજાણ્યે પણ તમે તેનો વાંક શોધી જ લો છો. તમને તે નથી ગમતી તે તેના‘મૂળ’માં છે, જે તમારા હાથમાં છે. મનુષ્ય પોતે પહેલા જ નક્કી કરી લે છે, કે ઘટનાનો શું ‘મતલબ’ કાઢવો. અને પછી તેને સાબિત કરવા ‘કારણ’ આપે છે. માટે જો તમે પોતાને ‘મુક્ત’ કરવા ઈચ્છો છો, તો એ બિલકુલ તમારા હાથમાં જ છે. ક્યાંક લખી લેજો કે, નેગેટિવ વિચારો પાછળ તમારી નેગેટીવ ‘માન્યતા’ છે, બીજું કશું જ નહીં.

નીરવ રંજન 


પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવઃ શ્રાવણની શિવ આરાધના

$
0
0

વિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. વરસાદની હેલી નવસૃજનની શક્યતાઓ લઇને આવે છે તેવા આ ભક્તોના વહાલા એવા શ્રાવણમાં શિવમહિમાના ગાનનું અનેરું મહાત્મ્ય ગવાયું છે. સંસારની આધિવ્યાધિ ઉપાધિમાં જકડાયેલાં માનવો જ્યારે આ માસમાં પણ નિત્ય શિવદર્શન ન જઈ શકે તેવી સ્થિતિમાં હોય ત્યારે મનસા સ્મરામિ અપનાવીને હૃદયપૂર્વક ભગવાન મહાદેવનું મહાત્મ્ય સ્મરણ કરતાં જ હોય છે. ત્યારે શ્રાવણ સ્પેશ્યિલમાં આજથી આપને બાર જ્યોતિર્લિંગનું મહાત્મ્ય જણાવવા જઈ રહ્યાં છીએ. ગુજરાતી 12 મહિનામાં સૌથી પવિત્ર એવા શ્રાવણ મહિનામાં આપણે બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા ન જઈ શકીએ તો કાંઈ નહી, પણ 12 જ્યોતિર્લિંગનો મહિમા જાણીશું તો પણ દર્શન કરવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે, તેમ શાસ્ત્રો કહે છે. chitralekha.com  શ્રાવણ સ્પેશ્યિલમાં એક નાનકડો પ્રયાસ કરી રહ્યું છે કે જેમાં અમે 12 જ્યોતિર્લિંગનું મહાત્મ્ય શ્રાવણ માસ દરમિયાન આપની સમક્ષ રજૂ કરીશું. તેની પ્રથમ કડીરૂપે આજે દેવોના દેવ મહાદેવ સોમનાથ મહાદેવનો મહિમા જાણીશું.

સૌરાષ્ટ્રેસોમનાથં ચ શ્રી શૈલેમલ્લિકાર્જુનં, ઉજ્જયિન્યાંમહાકાલં, ઓમકારંમમલેશ્વરમ

પરલ્યાંવૈજનાથં ચ ડાકિન્યાંભીમાશંકરં, સેતુબંન્ધે તું રામેશં, નાગેશં દારુકાવને

વારાણસ્યાં તુ વિશ્વેશં, ત્ર્યંબકંગૌતમીતટે, હિમાલયે તુ કેદારં, ધૃષ્ણેશં તુ શિવાલયે

એતાનિજ્યોતિર્લિંગાની, સાયંપ્રાતઃપઠેન્તરઃસપ્તજન્મકૃતંપાપં, સ્મરણેનવિનશ્યતિ

.

ભારતના બાર આદિ જ્યોતિર્લિંગમાં સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ છે. ભારતના પશ્ચિમ કાંઠે અને ગુજરાતના સૌરાષ્ટ્રના સાગરકાંઠે વેરાવળ પાસે સોમનાથ મહાદેવનું ઐતિહાસિક અને ભવ્ય મંદિર આવેલું છે.સોમનાથનો ઉલ્લેખ ઋગવેદમાં પણ થયો છે. દંતકથા અનુસાર સોમ એટલે ચંદ્ર ભગવાને સોનાનું, રાવણેચાંદીનું અને શ્રીકૃષ્ણએ લાકડાનું મંદિર બાંધ્યું હતું. જ્યાં બારેમાસ ભક્તજનોનો હરહર મહાદેવનો નાદ ગૂંજતો રહે છે તેવું સાગરકાંઠે આવેલું સોમનાથ મહાદેવનું ભવ્યાતિભવ્ય મંદિર ગુજરાતની ધરતીને પુણ્યવંતી બનાવે છે. 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથદાદાનું મહાત્મય ગાઈએ…

પ્રાક્ટયકથાઃ

પ્રાચીન ભારતીય પરંપરાઓ દ્વારા જાણવા મળે છે તે પ્રમાણે આ જ્યોતિર્લિંગની પ્રાક્ટ્યકથા કંઇક આમ છે. ચંદ્ર (ચંદ્ર ભગવાન)ને તેના સસરા દક્ષ પ્રજાપતિના શ્રાપથી મુક્ત કરવાની કથા સોમનાથના પ્રાક્ટય સાથે જોડાયેલી છે. ચંદ્રનાં લગ્ન દક્ષની સત્યાવીસ પુત્રીઓ સાથે થયાં હતાં. જો કે, ચંદ્રને માટે તેમાંથી રોહિણી રાણી સૌથી વધુ માનીતી હતી અને તેના પ્રત્યે વધુ પ્રેમભાવ હતો અને અન્ય રાણીઓની અવગણના કરી રહ્યાં હતાં., પતિવિયોગમાં ચંદ્રની અન્ય રાણીઓ દુઃખી બની. આ વાતની જાણ દક્ષ પ્રજાપતિને પડી ત્યારે આક્રોશિત દક્ષે ચંદ્રને શાપ આપ્યો કે ‘ચંદ્ર તારો ક્ષય થાવ’.ચંદ્રએ પ્રકાશની શક્તિ ગુમાવી દીધી અને ચંદ્ર આખરે નિસ્તેજ થઈ ગયો.ચંદ્રએ પોતાનું તેજ ગુમાવતાં પૃથ્વી પર હાહાકાર મચ્યો કારણ કે હવે રાત્રિના પ્રકાશથી પૃથ્વી વંચિત બની ગઈ હતી. પૃથ્વી નારીનું રુપ લઇ પ્રજાપિતા બ્રહ્મા પાસે પહોંચ્યાં અને ચંદ્રની જ્યોતિના અભાવથી વ્યાપ્ત કષ્ટોની વ્યથા રજૂ કરી. ત્યારે પ્રજાપિતા બ્રહ્માએ ચંદ્રદેવને શાપપથી મુક્ત થવા સલાહ આપી કે તેઓ મહાદેવને પ્રસન્ન કરી શાપનિવારણ કરે. ચંદ્રદેવ મહાદેવની ઉપાસના માટે પ્રભાસ તીર્થ પર પહોંચ્યાં. ભગવાન શિવની પૂજા કરી અને ધ્યાનજપતપ આદરી ચંદ્રએ આ ક્ષેત્રમાં મહામૃત્યુંજય મંત્રથી પૂજા કરી હતી. ચંદ્રની મહાન તપસ્યા અને ભક્તિથી પ્રસન્ન થઈ છેવટે ભગવાન શિવે પ્રકટ થઈ દર્શન આપ્યાં અને અંધકારના શાપથી મુક્તિ આપી. ત્યારથી કહેવાય છે કે શિવજીની કૃપાથી 15 દિવસ સુધી વધતો અને 15 દિવસ સુધી ઘટતો ચંદ્ર થાય છે(સુદ અને વદ). લૌકિક પરંપરાઓમાં એવું માનવામાં આવે છે કે ચંદ્રએ એક સુવર્ણ મંદિર બનાવ્યું હતું, ત્યારબાદ રાવણ દ્વારા રજત મંદિર બનાવવામાં આવ્યું હતું, ભગવાન શ્રીકૃષ્ણએ સોમનાથ મંદિરને ચંદનના કાષ્ઠથી બનાવ્યું હોવાનું મનાય છે.

પ્રથમ પ્રાણપ્રતિષ્ઠાને થયાં  7,99,25,105 વર્ષ

પ્રાચીન ભારતીય શાસ્ત્રીય ગ્રંથો પર આધારિત સંશોધન દર્શાવે છે કે સોમનાથ જ્યોતિર્લિંગ પ્રાણ-પ્રતિષ્ઠા વૈવસ્વત મન્વંતરના દસમા ત્રેતાયુગ દરમિયાન શ્રાવણ મહિનાના તેજસ્વી અર્ધના શુભ ત્રીજા દિવસે કરવામાં આવી હતી. વારાણસીના શ્રીમદ આદ્ય જગદગુરુ શંકરાચાર્ય વૈદિક શોધ સંસ્થાના અધ્યક્ષ સ્વામી ગજાનનંદસરસ્વતીજીએ સૂચવ્યું હતું કે, સ્કંદ પુરાણના પ્રભાસ ખંડની પરંપરાઓ મુજબ, પ્રથમ મંદિર 7,99,25,105 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું. આમ, આ મંદિર અનાદિ કાળથી લાખો હિન્દુઓ માટે પ્રેરણાસ્રોત છે.

ભગવાન સોમનાથના આશીર્વાદથી ચંદ્ર ભગવાનને તેમના સસરા દક્ષાપ્રજાપતિના શ્રાપથી મુક્તિ મળી હોવાનું કહેવાય છે. શિવ પુરાણ અને નંદી ઉપપુરાણમાં શિવે કહ્યું હતું કે, હું હંમેશાં બધે જ હાજર છું પરંતુ ખાસ કરીને જ્યોતિર્લિંગ તરીકે 12 સ્થળોએ હાજર છું. સોમનાથ આ 12 પવિત્ર સ્થાનોમાંથી એક છે અને બાર પવિત્ર શિવ જ્યોતિર્લિંગોમાં આ પ્રથમ છે.

મુસ્લિમ આક્રમણખોરોએ સદીઓ સુધી કર્યો ધ્વસં

ઇતિહાસ પર નજર કરીએ તો અગિયારમીથી અઢારમી સદી દરમિયાન મુસ્લિમ આક્રમણકારો દ્વારા ધનભંડારની સમૃદ્ધિ લૂંટવાના ઇરાદે સોમનાથ મંદિરને અનેક વખત ખંડિત કરી નાંખવામાં આવ્યું હતું. લોકોની પવિત્ર અને ધાર્મિકભાવનાથી દર વખતે સોમનાથ મહાદેવમંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. આધુનિક મંદિરનું નિર્માણ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી કરવામાં આવ્યું હતું, તેમણે 13 નવેમ્બર, 1947 ના રોજ સોમનાથ મંદિરના ખંડેરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ભારતના રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદે 11 મે,1951ના રોજ હાલના સોમનાથમંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી.

અદભૂત છે સ્થાપત્યકલા

હાલ શ્રી સોમનાથ ટ્રસ્ટ સોમનાથ મંદિરનો વહીવટ કરે છે. આ ટ્રસ્ટના પ્રથમ ચેરમેન સરદાર વલ્લભભાઈ પટેલ હતાં. સોમનાથ મંદિરની સ્થાપત્યકલાની વાત કરીએ તો એ ચાલુક્યશૈલીથી બાંધેલું આજનું કૈલાશમહામેરુ પ્રાસાદ મંદિર છે, તે ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે.

સોમનાથ તીર્થ સંલગ્ન મહાતીર્થો

સોમનાથ મંદિરની નજીક હિરણ્યા,સરસ્વતી અને કપિલા નદીનો ત્રિવેણી સંગમ થાય છે. આ ત્રિવેણીઘાટની પાસે મહાપ્રભુજીની બેઠક છે અને બ્રહ્મકુંડ નામની વાવ છે.તેની પાસે બ્રહ્મકમંડળ કૂવો અને બ્રહ્મેશ્વરમહાદેવનું મંદિર આવેલું છે. અહીં રસ્તામાં જલપ્રભાસ નામના કુંડો આવેલા છે.સોમનાથથી 4 કિલોમીટર દૂર એક મોક્ષ પીપળો છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણએ દેહોત્સર્ગ કર્યો હતો, આ સ્થળ ભાલકાતીર્થ તરીકે જાણીતું છે.

સોમનાથ મહાદેવના દર્શન કરવા દરરોજ હજારોની સંખ્યામાં દેશવિદેશથી ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં આવે છે. અને શ્રાવણ મહિનામાં તો સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે શિવભક્તોનો ભારે ધસારો રહે છે. તમામ શિવભક્તોને દર્શન થાય તે માટે સોમનાથ ટ્રસ્ટે તમામ સગવડ ઉભી કરી છે.

આ વર્ષના શ્રાવણ માસમાં સોમનાથના દર્શન માટે ટ્રસ્ટ દ્વારા મહત્ત્વની જાણકારી આપી દેવામાં આવી છે જેનાથી દેશદેશાવરથી દર્શનાર્થે આવતાં ભક્તોને સમયાનુકૂળતા રહે. આ વર્ષે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો ભક્તો દર્શને ઉમટશે. રોડ,રેલવે માર્ગે સારી રીતે જોડાયેલું સોમનાથ વેરાવળ બંદરથી પણ નજીક હોવાના કારણે તેનું અલગ સ્થાન છે.

અરબી સમુદ્રતટે પ્રભાસક્ષેત્રમાં બિરાજમાન પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના   તીર્થધામમાં ભવ્ય શ્રાવણ મહોત્સવ ઉજવાશે.શ્રાવણના ચાર સોમવારો, રક્ષાબંધન, જન્માષ્ટમી તથા અમાસના દિવસે મંદિર દર્શનાર્થીઓ માટે વહેલી સવારે ૪-૦૦ વાગ્યે ખુલશે.ધાર્મિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિકતાનો ત્રિવેણીસંગમ સોમનાથમાં રચાશે.લાખો શ્રદ્ધાળુઓ સોમનાથ તીર્થધામમાં શ્રાવણ પર્વે દર્શન કરીને ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવશે.

શ્રાવણ માસમાં આ રહેશે દર્શનપૂજન કાર્યક્રમ…

દૈનિક કાર્યક્રમ
સમય કાર્યક્રમ સમય કાર્યક્રમ
પ્રાતઃ ૬-૦૦ પ્રાતઃમહાપૂજન પ્રારંભ ૧૧-૦૦ મધ્યાન્હ મહાપૂજા-મહાપૂજન-મહારૂદ્ર અભિષેક
૭-૦૦ પ્રાતઃ આરતી (૧૫ મીનીટ) ૧૨-૦૦ મધ્યાન્હ આરતી(૧૫ મીનીટ)
૮-૩૦ સવાલક્ષબિલ્વાર્ચન ૦૫-૦૦ થી ૯-૦૦ સાયં શૃંગારદર્શન, દીપમાળા
૯-૦૦ યાત્રિકો દ્વારા નોંધાવેલ રૂદ્રપાઠ, મૃત્યુંજય પાઠ ૭-૦૦ સાયં આરતી(૧૫ મીનીટ)
૧૦-૦૦ મંદિર બંધ થવાનો સમય
શ્રાવણના ચાર સોમવાર, રક્ષાબંધન, જન્માષ્ટમી, અમાસ ૭દિવસ દરમિયાન મંદિર પ્રાતઃ ૪૦૦ વાગ્યે ખુલશે અને રાત્રે ૧૧૦૦ કલાકે બંધ થશે.તેમ જ આ સિવાયના દિવસોમાં મંદિર સવારે ૫૩૦ વાગ્યે ખુલશે અને રાત્રે ૧૦૦૦ વાગ્યે બંધ થશે
શ્રાવણ સુદ બીજ તા.૦૨૦૮૨૦૧૯ શુક્રવાર
સમય કાર્યક્રમ સમય કાર્યક્રમ
સવારે ૫-૩૦ મંદિર ખુલવાનો સમય ૧૧-૦૦ મધ્યાન્હ મહાપૂજન
સવારે ૬-૧૫ પ્રાતઃમહાપૂજન ૧૨-૦૦ મધ્યાન્હ આરતી
સવારે ૭-૦૦ પ્રાતઃ આરતી(૧૫ મીનીટ) ૦૫-૦૦ થી ૯-૦૦ સાયં શૃંગાર દર્શન
સવારે ૮-૦૦ નૂતન ધ્વજારોહણ ૦૬-૩૦ થી ૮-૦૦ દીપમાળા
સવારે ૮-૩૦ સવાલક્ષબિલ્વપૂજા પ્રારંભ ૭-૦૦ સાયં આરતી(૧૫ મીનીટ)
સવારે ૮-૪૫ મહામૃત્યુંજય યજ્ઞ પ્રારંભ ૧૦-૦૦ મંદિર બંધ થવાનો સમય

 

પ્રથમ આદિ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાવન શ્રાવણ માસની ઉજવણી શરૂ થનાર છે. શ્રાવણ મહોત્સવનો પ્રારંભ તા.૦૨-૦૮-૨૦૧૯ શ્રાવણ સુદ બીજને શુક્રવારે થશે અને પૂર્ણાહૂતિ તા.૩૦-૦૮-૨૦૧૯ શ્રાવણ વદ અમાસને શુક્રવારે થશે. મહામૃત્યુંજયમંત્રજાપ યજ્ઞ, ધ્વજારોહણ, શૃંગાર દર્શન પૂજા, સવાલક્ષબિલ્વપૂજા, વિશેષ પૂજાવિધિમાં વિશ્વના અનેક સ્થળોએથી લાખો ભાવિકો અને ભક્તજનો ઉમળકાભેર તેમાં જોડાશે.શ્રાવણના પ્રત્યેક શ્રાવણી સોમવારે સવારે ૯-૧૫ કલાકે મંદિર પરિસરમાં શ્રી સોમનાથ મહાદેવની પાલખીયાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

યાત્રી સુવિધાઓ…

શ્રાવણ માસ દરમ્યાન દરરોજ ભગવાન સોમનાથ મહાદેવને વિશિષ્ટ શૃંગારોથી ૨૯ જેટલા અલગઅલગ શણગાર કરવામાં આવશે.ભાવિકોની ભીડને ધ્યાનમાં રાખી મંદિર-દર્શન, આરતી માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વૃદ્ધો, અશક્ત યાત્રિકો, દિવ્યાંગો માટે પાર્કિંગ ખાતેથી સોમનાથ મંદિર સુધી પહોચવા વિશેષ નિઃ શુલ્ક વાહન વ્યવસ્થા શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ગોઠવવામાં આવી છે. વ્હીલચેર-ઇરીક્ષા-હેલ્પડેસ્ક સહિત અનેક સવલતોનો યાત્રીઓ લાભ લઇ શકશે.

શ્રાવણમાં ભક્તોના પ્રવાહને ધ્યાને રાખી, વિશેષ પ્રસાદ, ગંગાજળ, પૂજાવિધિ, ક્લોકરૂમ, જૂતાંઘર સહિત વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રાવણમાસ દરમિયાન સ્વાગત કક્ષ 24 કલાક ખુલ્લો રહેશે, જ્યાં યાત્રીઓને સતત મદદ-માર્ગદર્શન મળી રહેશે.ભક્તો માટે શ્રી સોમનાથ હરિહર પ્રસાદ સેવા કેન્દ્રથી ભક્તોને નિઃ શુલ્ક બૂંદી તથા ગાંઠીયાનું વિતરણ કરવામાં આવશે, સાથે જ શ્રાવણમાં યાત્રીઓને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે ટેમ્પરેરી પાણીની પરબો શરૂ કરવામાં આવશે.આવનાર યાત્રિકસંઘો તરફથી પ્રસાદ ફરાળ નિઃશુલ્ક મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

શ્રાવણમાં દૂરદૂરથી આવતાં ભક્તજનો શાંતિપૂર્ણ આરામ મેળવી થાક હળવો કરી શકે તેવા શુભાશયથી એક વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે.નગરપાલિકા દ્વારા મોબાઇલ ટોઇલેટ મૂકવામાં આવ્યાં છે, તેમ જ ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી જાણકારી મદદ મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

પ્રભાસક્ષેત્ર જ એક એવું ધામ છે કે ત્યાં ભગવાન દ્વારિકાધીશ પ્રભાસમાં પધાર્યા હતાં, તે પહેલાં શિવ ત્યાં બિરાજેલાં હતાં. પ્રભાસ એ હરિહરક્ષેત્ર છે. અહીં ભગવાન શિવ અને કૃષ્ણ બન્ને બિરાજમાન છે. ઉદ્ધવને જ્ઞાનનો ઉપદેશ ભગવાન કૃષ્ણે પ્રભાસક્ષેત્રમાં આપ્યો હતો. એવા સોમનાથ મહાદેવને શિશ ઝૂકાવીને કોટીકોટી વંદન અને ઓમ નમઃ શિવાય…

અહેવાલઃ પારુલ રાવલ

મહાવિનાશમાં પણ હતું એ અડીખમઃ કેદારનાથ જ્યોતિર્લિંગનો જાણો મહિમા

$
0
0

શ્રાવણમાસ એટલે ભક્તિનો માસ, શ્રાવણમાસ આવતાં જ દરેક મંદિરો ધૂન-ભજન-કથા- કીર્તન, મંત્રજાપથી ગુંજી ઊઠે છે. શિવજીના મંદિરોમાં ભગવાન ઉપર પંચામૃતથી અભિષેક કરવામાં આવે છે. યજ્ઞો દ્વારા આહુતિઓ અપાય છે. શ્રાવણમાસમાં મંદિરોમાં કથાના આયોજનો કરવામાં આવે છે. ભગવાન શિવજી અવિનાશી નિત્ય અને ચિન્મય છે. તેમ જ તેમની અનંત લીલાઓ મંગળમય, કલ્યાણમયી છે. શિવ એટલે કલ્યાણ. સાક્ષાત કલ્યાણમય મૂર્તિ એટલે શિવ. શિવજી હંમેશા ચિન્મય ભાવગમ્ય છે. તેથી જ ખાસ કરીને શિવજીના લિંગનું પૂજનઅર્ચન કરવામાં આવે છે.

આજે શ્રાવણ સ્પેશિયલમાં અમે તમને જણાવી રહ્યાં છીએ, કેદારનાથ જ્યોતિર્લિગ વિશે….

કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું કેદારનાથ મંદિર?

કેદારનાથ ધામ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે ને ત્રણ બાજુએથી તો બરફાચ્છાદિત પહાડોથી ઘેરાયેલું છે. એવું કહેવાય છે કે આ મંદિરનુ નિર્માણ પાંડવોએ હજારો વર્ષ પહેલાં કરાવ્યું હતું. પાંડવો દ્વારા દ્વાપર યુગમાં આ સ્થળે શિવજીનું મંદિર બનાવવામાં આવ્યું. મહાભારત કાળમાં આ સ્થળે ભગવાન શિવજીનું સ્થાન હતું અને કેદારનાથ ખાતે જ પાંડવોએ ભગવાની શિવજીને રીઝવ્યા હતાં. પાંડવોના વંશજોએ બાદમાં પંચકેદારનાથમાં બાકીના ચાર મંદિરોનું નિર્માણ કરાવ્યું. વર્તમાન મંદિરની પુનઃસ્થાપના આદિ શંકરાચાર્ય દ્વારા આઠમી સદીમાં કરવામાં આવી હતી. હિન્દુ ઘર્મનો પૂનરોદ્ધાર કરીને શંકરાચાર્યજીએ કેદારનાથમાં જ સમાધિ લીધી હતી.

હિમાલયની ચારધામ યાત્રા પૈકી એક યાત્રા કેદારનાથની હોય છે. પૌરાણિક કથા અનુસાર હિમાલયના કેદાર શ્રૃંગ પર ભગવાન વિષ્ણુના અવતાર મહાતપસ્વી નર અને નારાયણ ઋષિ તપસ્યા કરતાં હતાં. તેમની આરાધનાથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે પ્રકટ થયાં અને તેમની પ્રાર્થનાને જોઈને જ્યોતિર્લિંગના રૂપમાં હંમેશા વિરાજમાન રહેવાનું વરદાન આપ્યું. આ સ્થળ કેદારનાથ પર્વતરાજ હિમાલયના કેદાર નામક શ્રૃંગ પર આવેલું છે.

શું છે મંદિરની વિશેષતાઓ?

એક તરફ 22 હજાર ફૂટ ઉંચા કેદારનાથ, બીજી તરફ 21,600 ફૂટ ઉંચા ખર્ચકુંડ અને ત્રીજી તરફ 22,700 ફૂટ ઉંચો ભરતકુંડ. કેદારનાથ ધામ દેશના બાર જ્યોતિર્લિંગોમાં સર્વોચ્ચ કેદારેશ્વર જ્યોતિર્લિંગ છે. અહીંયા પહાડ જ નહીં પરંતુ પાંચ નદીઓનો પણ સંગમ થાય છે, મંદાકિની, ક્ષીરગંગા, સરસ્વતી અને સ્વર્ણગૌરી. આ નદીઓનું ખાસ અસ્તિત્વ નથી રહ્યું પરંતુ અલકનંદાની સહાયક મંદાકિની નદી આજે પણ અવિરત વહે છે. તેના જ કિનારે કેદારેશ્વર ધામ છે. અહીંયા શિયાળામાં કેદારનાથ ધામની ચારેય બાજુ ભારે બરફવર્ષા થાય છે. આ ઉત્તરાખંડનું સૌથી મોટું શિવ મંદિર છે, જે કટવા પથ્થરોના વિશાળ શિલાખંડોને જોડીને બનાવાયું છે. આ શિલાખંડ ભૂરા રંગના છે.

મંદિર લગભગ 6 ફૂટ ઊંચા ચબૂતરા પર બનેલું છે. લગભગ 85 ફુટ ઉંચું, 187 ફુટ લાંબુ અને 80 ફુટ પહોળું છે કેદારનાથ મંદિર. તેની દીવાલો 12 ફુટ પહોળી છે અને ખૂબ જ મજબૂત પથ્થરોમાંથી બનાવાઈ છે. આટલા ભારે પથ્થરોને આટલી ઉંચાઈ પર લઈ જઈને મંદિર કેવી રીતે બનાવાયું તે આજે પણ એક રહસ્ય છે.

કેવી છે મંદિરની વાસ્તુકલા

આ મંદિર કત્યુરી શૈલીનું છે. તે 3562ની ઉંચાઇ પર છે. મંદિરના આગળના ભાગમાં આદિ શંકરાચાર્યની સમાધિ આવેલી છે. આ મંદિર વાસ્તુકલાના એક આદર્શ નમૂનારૂપ મનાય છે. તેના બાંધકામમાં ઇંટો નહી પરંતુ મોટા પત્થરોનો ઉપયોગ કરાયો છે. આ પત્થરોને આકાર આપીને તેઓ એકબીજા સાથે “ઇન્ટરલોક”થી જોડાયેલા રહે તે પ્રમાણે બાંધકામ થયું છે. પરિણામે પ્રચંડ પૂર છતાં આ પત્થરો એકબીજાની સાથે ઇન્ટરલોકથી જોડાયેલા હોવાને કારણે જ ટકી શક્યાં છે.

કેવી છે અત્યારની સ્થિતિ?

કેદારનાથ મંદિર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. તેનો પહેલો ભાગ ભૂગર્ભ આશરે 8 હજાર વર્ષ જૂનો મનાય છે. બીજો ભાગ એટલે દર્શનમંડપ જ્યાં લોકો પ્રાર્થના-ઉપાસના કરે અને ત્રીજો ભાગ સભામંડપ દર્શનાર્થે. મંદિરમાં મુખ્ય ભાગ મંડપ અને ગર્ભગૃહની ચારે તરફ પ્રદિક્ષણા પથ છે. બહાર પ્રાંગણમાં નંદી વાહન સ્વરૂપે બિરાજમાન છે. આ મંદિર એક હજાર વર્ષથી સાર્વજનિક રીતે પૂજાતું આવ્યું છે.

વર્ષમાં 6 મહિના ખુલ્લું રહે છે મંદિર

દીવાળીના બીજા દિવસે એટલે કે, ભાઈબીજના દિવસે કેદારનાથ મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવે છે. 6 મહિના સુધી અખંડ દીવો પ્રજ્વલિત રહે છે. પૂજારી કપાટ બંધ કરીને ભગવાનના વિગ્રહ અને દંડને 6 માસ સુધી પહાડની નીચે ઉખીમઠમાં આવેલા ઓમકારેશ્વર મંદિરમાં લઈ જાય છે. 6 મહિના બાદ મે અથવા એપ્રિલના અંતમાં કેદારનાથ મંદિરમાં કપાટ ખુલે છે. ત્યારે તે ઉત્તરાખંડની યાત્રા પ્રારંભ થાય છે. 6 મહિના સુધી મંદિર આસપાસ કોઈ નથી રહેતું પરંતુ આશ્ચર્યની વાત એ છે કે દીવો 6 મહિના સુધી પ્રજ્વલિત રહે છે. કેદારનાથ મંદિર સાથે જોડાયેલા એક અન્ય આશ્ચર્યની વાત એ છે કે 6 મહિના બાદ પણ તેવી જ સ્વચ્છતા જોવા મળે છે જેવી સ્વચ્છતા બંધ કરતા સમયે હોય છે.

કેવી રીતે કરવામાં આવે છે ભગવાનની પૂજા ?

મંદિરના ગર્ભ દ્વારમાં અણિયારા પત્થરોમાંથી નિર્મિત ભગવાન શિવજીની પૂજા થાય છે. મંદિરની અંદર અંધકાર હોય છે અને દીપના અજવાળે ભગવાન શિવજીના દર્શન થાય છે. શિવલિંગ સ્વયંભૂ છે. મંદિરમાં પ્રવેશતા યાત્રીઓ જળાભિષેક અને પુષ્પમાળા ચડાવે છે અને ભગવાનને ઘી અર્પણ કરીને બહાર નીકળે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ કેદારનાથની યાત્રા કર્યા વગર બદ્રીનાથની યાત્રા કરે છે તેની યાત્રા નિષ્ફળ જાય છે.

અસહ્ય ઠંડી, વારંવાર પડતો વરસાદ અને સૂસવાટા મારતા પવનને સહન કરીને કેદારનાથ મંદિરના દર્શને આવતા શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને ચોક્કસ સલામ કરવી પડે. મે જૂન તેમ જ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યાત્રિકોનો ભારે ધસારો જોવા મળે છે. જુલાઈ ઓગસ્ટમાં વરસાદ હોવાથી યાત્રીઓની સંખ્યો ઓછી જોવા મળે છે.

ભયંકર પૂર વખતે કેવી રીતે અડીખમ રહ્યું હતું આ મંદિર?

4 વર્ષ પહેલા કુદરતે બાબા કેદારનાથ ધામમાં એવો વિનાશ વર્તાવ્યો  કે મંદિર ચોક લાશો, કાટમાળથી ભરાઈ ગયો હતો. ગૌરીકુંડ અને રામબાડા સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયુ. હોટલ, લોજ અને બજારના બજાર વહી ગયા. સાડા 11 હજાર ફીટની ઊંચાઈ પર બાબા કેદારનાથ વિરાજમાન છે અને બસ આ જ મંદિર હવે બાકી બચ્યું હતું. વાદળ ફાટવાથી અહી એવી તબાહી મચી હતી કે ચારેબાજુ હાહાકાર મચી ગયો હતો. 6 ફીટના જે માળખા પર મંદિર બન્યું છે બસ એ જ બચી ગયું હતું.

 

એમ પણ કહેવાય છે કે પૂરના પાણી આવ્યાં તે પહેલાં મંદિરના પાછળના ભાગમાં એક મોટો પત્થર ધસી આવ્યો હતો જેને મંદિરની આડશ તરીકે કામ કર્યું અને પૂરના પાણી આ પત્થરને અથડાઇને વહી ગયું હતુ. મંદિરની આસપાસ એટલે કે જે પ્લેટફોર્મ પર મંદિર છે તેની નજીકમાં અત્યાર સુધીમાં જે નવા બાંધકામો થયાં હતાં તે તમામ નામશેષ થઇ ગયા હતાં.

 

વરસાદના પ્રચંડ તોફાનમાં આ મંદિરના આસપાસના પાક્કા બાંધકામો પૂરના પાણીમાં તણાઈ ગયાં અને હજારો લોકો ભોગ બન્યા છે ત્યારે સમગ્ર મંદિરના માળખાને ઉની આંચ પણ આવી નહોતી. ત્યારે સૌ કોઇના મનમાં એવો પ્રશ્ન સર્જાય તે સ્વભાવિક છે કે પ્રચંડ પૂરના પાણી છતાં મંદિરને કેમ કોઇ નુકસાન ન થયું ?  આર્કિટેક અને ખાસ કરીને બાંધકામના નિષ્ણાંતો એમ કહે છે કે કેદારનાથના મંદિરનું સમગ્ર બાંધકામ 6 ફુટ ઉંચા એક ચોરસ અને પહોળા પ્લેટફોર્મ ઉપર કરવામાં આવ્યું છે.

 

છેવટે એ પ્રશ્ન તો થાય જ કે એવું તે શું છે આ મંદિરમાં? હજારો વર્ષ જૂનાં આ મંદિરને કુદરતનો વિનાશ હલાવી પણ ન શક્યો. જ્યારે કે આસપાસ મોર્ડન ટેકનોલોજીથી બનેલ મકાન, હોટલો, વગેર પત્તાની જેમ વિખરાઈ ગયાં હતાં. શું આ ફક્ત કુદરતનો જ ચમત્કાર છે કે પછી પ્રાચીન ભવન નિર્માણ શૈલીનો આધુનિક તકનીકને પડકાર.

 

અહેવાલઃ પરેશ ચૌહાણ

બધું જ નાશવંત છે, અને છેવટે તો ભસ્મ જ થવાનું: મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ

$
0
0

ગવાન શિવના ભારતમાં બાર જ્યોતિર્લિગ છે. શિવપુરાણમાં આ બધાં જ જ્યોતિર્લિંગનો ઉલ્લેખ છે. આ બાર જ્યોતિર્લિંગના દર્શન કરવાથી બધાં જ તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે. પદ્મ પુરાણના પાતાળ ખંડના આઠમા અધ્યાયમાં ‑જ્યોતિર્લિગો વિશે કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય આ દ્વાદશ જ્યોતિર્લિગના દર્શન કરે છે તેની બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. સ્વર્ગ અને વૈભવ જેમની કૃપાથી પ્રાપ્ત થાય છે.

ભારતમાં શિવને લગતાં ઘણા બધા ઉત્સવો ઉજવવામાં આવે છે. જેમાં શ્રાવણ માસ પણ તેનું વિશેષ મહત્વ રાખે છે. આખા શ્રાવણ માસ દરમિયાન ચાર સોમવાર, એક પ્રદોષ તેમજ એક શિવરાત્રી આ બધા યોગ એકસાથે શ્રાવણ મહિનામાં ભેગા થાય છે તેથી તે વધારે ફળ આપનાર છે.

અમે આજે આપને શ્રાવણ વિશેષમાં જણાવી રહ્યાં છીએ ઉજ્જૈન નગરીના મહાકાલ વિશે….

ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ પૈકી એક ઉજ્જૈનમાં જ મહાકાલેશ્વર મંદિરમાં ભક્તોને ભગવાનના દક્ષિણાભીમુખ દર્શન થાય છે. આ મંદિર મુખ્યરુપે ત્રણ વિભાગમાં વિભાજિત છે. તેના ઉપરના ભાગે નાગ ચંદ્રેશ્વર મંદિર છે. નીચે ઓમકારેશ્વર મંદિર અને સૌથી નીચે ગયા બાદ તમને મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન થઈ શકે છે. અહીં સમગ્ર શિવ પરિવાર, માતા પાર્વતિ, ગણેશજી અને કાર્તિકેયના પણ દર્શન થશે. આ સાથે જ અહીં એક કુંડ પણ છે કહેવયા છે કે તેમાં સ્નાન કરવાથી તમામ પાપ ધોવાઈ જાય છે.

મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ઘણું જ વિશાળ છે, સોમનાથ જ્યોતિર્લિંગ અને મહાકાલેશ્વર જ્યોતિર્લિગ દ્વાદશ જ્યોતિર્લિંગોમાં સૌથી મોટા છે. મહાકાલ મંદિરમાં જેવા પ્રવેશો કે તરત જ એવું લાગે કે જાણે આપણે મંદિરોની નાના નગરીમાં પ્રવેશી ગયા હોઈએ. વિશાળ અને ચોખ્ખા મંદિર પરિસરમાં 42થી વધુ મંદિરો છે. આ તમામ મંદિરના શાંતચિત્તે દર્શન કરવા હોય તો ચારથી પાંચ કલાક અચૂત ફાળવવા પડે.  દ્વાદશ જ્યોતિર્લિંગોમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ કેટલીક આગવી વિશેષતાઓ ધરાવે છે. દિવસમાં પાંચ વખત આરતી, પાંચથી પણ વધુ શૃંગાર અને ભસ્મ આરતી માત્ર મહાકાલેશ્વરમાં જ જોવા મળે છે.

અહિયાં પ્રગટ થયા હતા શીવજી

માન્યતાઓ અનુસાર ઉજ્જૈનમાં મહાકાલના પ્રાગટ્ય પાછળ એક કથા છે. જે મુજબ દૂષણ નામના અસૂરથી લોકોની રક્ષા માટે મહાકાલ અહીં પ્રગટ થયા હતા. અસૂરના વધ બાદ લોકોએ શિવજીને ઉજ્જૈનમાં જ કામયી વસવાટનો આગ્રહ કર્યો જેનાથી પ્રસન્ન થઈને શિવના જ્યોતિર્મયરુપ આ મહાકાલ શિવલિંગ પ્રગટ થયું. આ જ રીતે શ્રીકૃષ્ણનો પણ અહીંના શાસ્ત્રોમાં ઉલ્લેખ જોવા મળે છે. કેમ કે તેમનો અભ્યાસ અહીં જ સાંદિપનિ મુનીના આશ્રમમાં થયો હતો.

મહાકાલ અને ભસ્મ આરતી

ઉજ્જૈનને પ્રાચીનકાળથી જ ધાર્મિક નગરની ઉપાધી પ્રાપ્ત છે. પરંતુ આજે પણ મહાકાલનું નામ પડે તુરત જ શ્રદ્ધાળુના મનમાં ભસ્મ આરતીનું સ્મરણ થઈ જાય છે. અહીં લોકોની ભારે ભીડ પાછળનું કારણ મહાકાલની ભસ્મ આરતી જ છે. મહાકાલેશ્વર મંદિરમાં સવારે 4થી 6 વાગ્યા સુધી દૈનિક ભસ્મ આરતી થાય છે. જે ઘણી જ વિખ્યાત છે. લોક વાયકા એવી છે કે, સ્મશાનમાં આગળા દિવસે આવેલા છેલ્લા શબની ભસ્મથી આ આરતી કરવામાં આવે છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી ભસ્મ આરતી માટેની ભસ્મ ગાયના છાણમાંથી તૈયાર કરવામાં આવે છે.

આ દુર્લભ ક્ષણના સાક્ષી બનાવા માટે લોકો દૂર દૂરથી અહીં આવે છે. કહેવાય છે કે જેઓ ભસ્મ આરતીના દર્શન કરે છે તેના પર શિવ કૃપા રહે છે અને તેમને બધા જ સંકટ સ્વયં મહાકાલ દૂર કરે છે. તો આ આરતીના દર્શન કર્યા વગર તમારા ઉજ્જૈન જ્યોતિર્લિંગ દર્શન પૂર્ણ ગણાતા નથી. તો નાગ ચંદ્રેશ્વર મંદિર અને મહાકાલની શાહી સવારી પણ જિજ્ઞાસાનો વિષય બન્યા છે.

સવારે 3.30 કલાકે ઘંટનાદ સાથે ખુલ્લે છે મહાકાલેશ્વર પટ

મહાકાલેશ્વર પટ સવારે 3.30 કલાકે ખુલ્લે છે. મંદિરના ચાંદીના દરવાજા ખુલ્લે તે પહેલા ઘંટનાદ થાય છે. ત્યારબાદ ભગવાનના પટ ખોલવામાં આવે છે. પટ ખોલ્યા બાદ પૂજારી દ્વારા સર્વપ્રથમ પૂજન કરવામાં આવે છે. પ્રથમ ઘંટનાદ બાદ ભક્તજનો મંદિરમાં પ્રવેશે છે. પ્રવેશબાદ પંચામૃત પૂજન, હરિઓમ જળ, શૃંગાર, ભસ્મ લેખન, ધૂપ-દીપ, નૈવેદ્ય મહાઆતી મંત્રો, પુષ્પાંજલિ ક્ષમા-યાચના સાથે ભસ્મ આરતીની પૂર્ણહુતિ થાય છે.  ભસ્મ આરતી દ્વારા શરીરે ભસ્મ ધારણ કરીને ભગવાન મહાકાલ એવું જણાવે છે કે, સંસારમાં બધું જ નાશવંત છે અને છેવટે તો ભસ્મ જ થવાનું છે. આથી જો આપણે ભસ્મને ધ્યાનમાં રાખીશું તો ક્યારેય ભૂલો કરીશું નહીં.

ભસ્મ આરતી સમયે ખાસ નિયમો

અહીંનો ખાસ નિયમ એ છે કે આ આરતી સમયે મહિલાઓએ ઘૂંઘટ કરવો પડે છે. નિયમ મુજબ મહિલાઓ આ આરતીના દર્શન નથી કરી શકતી. તો આ સાથે જ પૂજારી પણ સીલાઈ વગરના એક જ વસ્ત્રને ધારણ કરીને સમગ્ર પૂજા કરે છે. શીવજી સ્મશાનમાં સાધને કરે છે. માટે ચિતા ભસ્મને તેમનો શ્રૃંગાર ગણવામાં આવે છે. તો આ સાથે એક એવી પણ માન્યતા છે કે શિવજી પર ચઢાવવામાં આવેલ આ ભસ્મને પ્રસાદ તરીકે ગ્રહણ કરવાથી તમામ રોગ દોષ દૂર થાય છે.

રાજા વિક્રમના શહેર તરીકે જાણીતું છે ઉજ્જૈન….

મધ્યપ્રદેશની વ્યાવસાયિક રાજધાની તરીકે ઓળખાતા ઈન્દોર શહેરથી 60 કિમીના અંતરે આવેલુ ઉજ્જૈન શહેર રાજા વિક્રમના શહેર તરીકે પણ જાણીતું છે. ઉજ્જૈનને કનકશૃંગા અથવા સ્વર્ણશૃંગા, કુશસ્થળી, અવંતિકા, ચૂડામણિ, અમરાવતી, વિશાલા, નવતેરી, ત્રિપુરા, પદ્માવતી અને ઉજ્જૈની વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે. વિંધ્યાચલ પર્વતની ઉત્તરમાં 492 મીટર ઊંચાઈ પર આવેલી ઉજ્જૈન નગરીનો વર્તમાન ઈતિહાસ 5500થી પણ વધુ વર્ષો જૂનો છે.

ઉજ્જૈન નગરી વિશે….

ઉજ્જૈનનો અર્થ થાય છે, ઉત્કર્ષ પૂર્ણ વિજય. અગાઉ આ પ્રદેશ માળવા તરીકે પણ ઓળખાતો હતો. ઉજ્જૈન નગરી મહાવીરજીની તોપભૂમી તથા ગુરુનાનકના ચરણોથી પાવન થયેલી પવિત્ર ભૂમિ છે. મહાકાલેશ્વરને ઉજ્જૈનના મુખ્ય રાજા માનવામાં આવે છે. કથા એવી છે કે, સમુદ્રમંથન બાદ અમૃતના ભાગ આ ભૂમિ પર પડયા હતા અને દેવતાઓએ આ ભૂમિ પર બેસીને અમૃતપાન કરીને પ્રાણીમાત્રને જીવન આપવાનો સંકલ્પ કર્યો હતો. વિષ્ણુપુરાણ અનુસાર સાંદીપનિ ઋષિના આશ્રમમાં ભગવાન શ્રીકૃષ્ણે પોતાના મિત્ર સુદામા તથા મોટાભાઈ બલરામ સાથે 14 વિદ્યાઓ તથા 64 કળાઓ ગુરુચરણોમાં બેસીને શીખી હતી. વિષ્ણુપુરાણ અનુસાર  સાંદીપનિ ઋષિ શ્રીકૃષ્ણ અને બલરામ સહિત તમામ શિષ્યોને લઈને મહાકાલેશ્વર ગયાં હતાં. જ્યાં તેમણે સહસ્ત્ર (1000) નામ લઈને બીલીપત્ર અર્પણ કરીને મહાકાલની ઉપાસના કરી હતી.

અહેવાલ: પરેશ ચૌહાણ

 

જ્યોતિર્લિંગ અને તીર્થધામનો અનોખો સંગમઃ રામેશ્વરમ

$
0
0

શિવલિંગ ભગવાન શંકરનું એવું મંગલમયરૂપ છે, જેના પર અભિષેક કરવાથી મનુષ્યોના કરોડો જન્મનાં પાપ નષ્ટ થઈ જાય છે. પુરાણોમાં શિવલિંગ પર વિવિધ વસ્તુના અભિષેક તથા ફૂલોથી પૂજન કરવાનું મહત્ત્વ જણાવાયું છે. શાસ્ત્રો અનુસાર શિવલિંગ પર વિવિધ વસ્તુઓનો અભિષેક કરવાથી ભક્તની તમામ મનોકામના પૂર્ણ થાય છે તથા સંકટમાંથી પણ તેને મુક્તિ મળે છે.

હિન્દૂઓના પવિત્ર માસ એવા શ્રાવણ મહિનામાં દેવાના દેવ મહાદેવને શ્રદ્ધાપૂર્ણ રીતે પૂજવામાં આવે છે. કહેવાય છે કે, મહાદેવ એ આદી દેવ છે તે અજનમ્યા અનંત છે. તેમના વિશે જેટલું જાણીએ એટલું ઓછું છે. તો ચાલો આ શ્રાવણ મહિનામાં જાણીએ શિવજીના 12 જ્યોતિર્લિંગો માંથી એક રામેશ્વરમ જ્યોતિર્લિંગ વિશે…

રામેશ્વરમ જ્યોતિર્લિંગ તામિલનાડુના રામનાથપુર જિલ્લામાં આવેલું છે. આ તીર્થ હિંદુઓના મહત્વના તીર્થધામોમાંનું એક છે. ચારધામની યાત્રામાં એક ધામ રામેશ્વરમ છે. એને રામનાથસ્વામી મંદિર પણ કહેવામાં આવે છે. રામેશ્વરમ જ્યોતિર્લિંગ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે. રામેશ્વર મંદિર એક તરફ હિંદ મહાસાગર ને બીજી બાજુ બંગાળની ખાડી હોવાથી આ સ્થળનું સૌદર્ય પણ આકર્ષક છે. બે સમુદ્રની વચ્ચે આવેલા રામેશ્વરમનું સૌંદર્ય કેવું હશે એની કલ્પના જ માત્ર રોમાંચિત કરી મૂકે એવી છે.

રામેશ્વરના મુખ્ય મંદિરનું આખું નામ અરુલમિગુ રામનાથસ્વામી મંદિર છે, જે ટુંકમાં રામનાથસ્વામી મંદિર તરીકે ઓળખાય છે. 12મી સદીમાં બંધાયેલા આ મંદિરમાં અનેક વખત સુધારા વધારા કરવામાં આવ્યાં. અંદાજે 50 હજારની વસ્તી ધરાવતા રામેશ્વરમ ગામ માટે રામનાથસ્વામી મંદિર જીવનનિર્વાહનો મુખ્ય સ્ત્રોત છે, જેમાં માછીમારો અપવાદ છે.

 

અત્યંત પૌરાણિક આ મંદિરની ઈ.સ. 1414માં પુનઃરચના કરવામાં આવી હતી. રામેશ્વરમ મંદિરની અંદર ૧૨૧૨ પિલર આવેલા છે. તેમ જ મંદિરનો વિસ્તાર પણ ખાસ્સો એવો મોટો છે. એક અંદાજ પ્રમાણે મંદિરનો વિસ્તાર પંદર એકર છે. રામેશ્વરમ મંદિરની અંદર બાવીસ કુંડ છે, જેમાં પવિત્ર પાણી છે. એમાં સ્નાન કર્યા બાદ શિવલિંગનાં દર્શન કરવાં અત્યંત શુભ માનવામાં આવે છે. આ શિવલિંગ સાથે જોડાયેલી માન્યતા એવી છે કે જે પણ વ્યક્તિ ગંગાજળથી આ શિવલિંગને અભિષેક કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

રામનાથસ્વામી મંદિરમાં પૂજા અને દર્શનનો સમય

રામનાથસ્વામી મંદિરમાં દિવસમાં કુલ 6 વાર પૂજા થાય છે. મંદિર સવારે 5 વાગ્યે ખુલ્લે છે, શરૂઆતમાં પલ્લિઆરાઈ દીપઆરાધના કરવામાં આવે છે. સવારે 5.10 વાગ્યે સ્ફટિકલિંગ દીપઆરાધના કરવામાં આવે છે. સવારે 5.45 કલાકે થિરુવરંતલ દીપઆરાધના, સવારે 7 કલાકે વિલાપૂજા, સવારે 10 કલાકે કળશાંતિ પૂજા, બપોરે 12 કલાકે ઉચીકલા પૂજા, સાંજે 6 કલાકે સાયારત્ય પૂજા, રાત્રિના 8.30 કલાકે અર્થજમા પૂજા અને રાત્રિના 8.45 કલાકે પલ્લિઆરાઈ પૂજા થાય છે. મંદિર રાત્રે 9 વાગ્યે બંધ થાય છે. બપોરે 1થી 3 દરમિયાન મંદિરનો ગર્ભગૃહ બંધ રહે છે.

 શું છે મંદિર પાછળનો ઈતિહાસ અને પૌરાણિક કથા

આ જ્યોતિર્લિંગના વિષે એવી માન્યતા છે કે, આ જ્યોતિર્લિંગની સ્થાપના સ્વયં હનુમાન પ્રિય ભગવાન શ્રીરામે કરી હતી. ભગવાન રામ દ્વારા સ્થાપિત કરવાના કારણે આ જ્યોતિર્લિંગને ભગવાન રામનું નામ રામેશ્વરમ આપવામાં આવ્યું છે. રામેશ્વરમ જ્યોતિર્લિંગ સ્થાપિત કરવાનો સબંધ પૌરાણિક ઘટનાથી બતાવેલો છે. જેમાં, ભગવાન શ્રી રામે પોતાની પત્ની દેવી સીતાને રાક્ષસરાજ રાવણની કેદથી મુક્ત કરવા માટે જે સમયે લંકા પર ચડાઈ કરી હતી , એ સમયે યુદ્ધ કરવાના પહેલાં શ્રી વિજયનો આશીર્વાદ મેળવવા માટે આ સ્થાન પર રેતથી શિવલિંગ બનાવી ભગવાન શિવની પૂજા કરી હતી. એ સમયથી આ જ્યોતિર્લિંગ હંમેશાં માટે અહીં સ્થાપિત થઇ ગયું.

મંદિરના બાવીસ કુંડમાંથી સૌથી પવિત્ર કુંડ અગ્નિર્તીથમ કુંડ છે, જેમાં યજ્ઞ કરવા પૂર્વે રામે અહીં સ્નાન કર્યું હતું. આ મંદિર દાયકાઓ અગાઉ માત્ર ચાર દીવાલો અને છતની સાથે ઊભું હતું, પરંતુ બારમી સદી બાદ આ મંદિરનું વિસ્તરણ હાથ ધરવામાં આવ્યું હતું. ભારતમાં જેટલાં પણ મંદિરો આવેલાં છે એના કરતાં સૌથી લાંબો કૉરિડોર આ મંદિર ધરાવે છે.

આ ઉપરાંત અહીં બે શિવલિંગ છે, એક હનુમાનજીએ સ્થાપેલું અને બીજું સીતામાતાએ સ્થાપેલું. એની પાછળ એક પૌરાણિક વાર્તા છે, જેના પ્રમાણે રામ ભગવાને હનુમાનને વરદાન આપ્યું હતું કે પ્રથમ હનુમાન દ્વારા લાવવામાં આવેલા શિવલિંગનાં દર્શન કર્યા બાદ જ સીતામાતા દ્વારા સ્થાપિત કરવામાં આવેલા શિવલિંગની પૂજા થશે. એ પરંપરા આજે પણ ચાલી આવે છે. રામેશ્વરમમાં હનુમાન મંદિર છે, જ્યાં તરતો પથ્થર આજે પણ દર્શન માટે રાખવામાં આવેલો છે. આ સિવાય પણ અહીં ઘણાં મંદિરો આવેલાં છે જે દરેક અલગ-અલગ ઇતિહાસ ધરાવે છે.

શિવપુરાણ પ્રમાણે અહીં શ્રીરામએ લંકા પર ચડાઈ કરતાં પહેલા એક પથ્થરના પુલનું નિર્માણ કરાવ્યું હતું, જેના પર ચાલીને વાનરસેના લંકા પહોંચી હતી. ત્યારબાદ શ્રીરામે વિભિષણની વિંનતી બાદ ધનુષકોટિ નામના સ્થળે આ સેતુ તોડી નાંખ્યો હતો. આજે પણ જોવાથી રામસેતુનો કેટલોક ભાગ જોઈ શકાય છે.

રામસેતુની વાત કરીએ તો આ સેતુ ધનુષકોડીથી લઈને શ્રીલંકામાં આવેલા મન્નાર ટાપુ સુધીના ૩૦ કિલોમીટરના વિસ્તારમાં બાંધવામાં આવેલો છે. આ ૩૦ કિલોમીટરના પાણીનો વિસ્તાર અગાઉ છીછરો હતો. અહીંના પાણીનું ઊંડાણ ત્રણથી ત્રીસ ફીટનું હતું. તેમ જ વચ્ચે-વચ્ચે થોડી રેતાળ જમીન પણ હતી. એથી પહેલાં લોકો ચાલીને આ અંતર કાપી શકતા હતા, પરંતુ ૧૪મી સદીમાં આવેલા વિનાશક પૂરના લીધે આ પુલ પાણીની અંદર જતો રહ્યો છે. પરંતુ હજીયે અવકાશમાંથી લેવાતી તસવીરમાં આ પુલ દેખાય છે. જોકે વિદેશીઓ આ બ્રિજને ઍડમ બ્રિજ તરીકે ઓળખાવે છે. રામસેતુનો ઉલ્લેખ રામાયણ ગ્રંથ ઉપરાંત અનેક શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે. આ પુલના લીધે આ સ્થાન પરથી વહાણો પસાર થઈ શકતાં નથી, એથી એને તોડી પાડવા માટે પણ ઘણા લોકોએ સૂચવ્યું હતું.

કેવી છે અહીંની કલાકારી

દક્ષિણ ભારતના મંદિરો તેની સ્થાપત્યકળા અને બાંધણી માટે વિખ્યાત છે. તેમાં પણ રામેશ્વરમનું રામનાથસ્વામી મંદિર તો ભારતીય નિર્માણ કલા અને શિલ્પકલાનું એક સુંદર નમૂનો છે. રામનાથસ્વામી મંદિરનું પૂર્વીય ગોપુરમ્ 173 ફૂટ ઊંચું છે. મદિરની અંદર ઘણા બધા વિશાળ થાંભલાઓ છે, જે દેખાવે તો એક જેવા લાગે છે પરંતુ, નજીક જઈને ઝીણવટપૂર્વક જોઈએ તો ખબર પડશે કે દરેક થાંભલામાં જુદીજુદી કારીગરી જેવા મળશે. આ કારીગરી, વાસ્તુકલા, શિલ્પશૈલીઓ વગેરે શૈવવાદ અને વૈણ્વવાદથી પ્રભાવિત છે.

આ ઉપરાંત, રામેશ્વરમમાં આવેલો ટીવીનો ટાવર દેશમાંનો સૌથી ઊંચો ટાવર છે. આ ટાવર ૩૨૩ મીટર ઊંચો છે. રામેશ્વરમ શહેર આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું હોમટાઉન પણ છે, જ્યાં તેમનું ઘર અને સ્કૂલ આવેલી છે જે તમને ધનુષકોડી જતાં રસ્તામાં જોવા મળશે. વિમાન માર્ગે આવવામાં મદુરાઈનું એરપોર્ટ સૌથી નજીક પડે છે તો ટ્રેન માર્ગ માટે પણ મદુરાઈ રેલવે સ્ટેશન જ સૌથી નજીક છે. વાયા ચેન્નઈ થઈને આવવા માગતા પ્રવાસીઓ ચેન્નઈથી મંડપમ રેલવે સર્વિસનો ઉપયોગ કરી શકે છે જે રામેશ્વરમની એકદમ નજીક છે.

સ્વામી વિવેકાનંદ ઈ.સ 1887માં રામેશ્વરમની મુલાકાતે આવ્યા હતાં. પ્રેમમાં જ ધર્મ સમાયેલો છે. શુદ્ધ અને સાચા મનથી કરેલા પ્રેમનો મહત્વનો છે. માનવી મન અને તનથી શુદ્ધ હોય તે જરૂરી છે. અન્યથા તે કોઈપણ તીર્થધામની યાત્રા કરે તેનો કોઈ જ મતલબ નથી. આ વાક્યો સ્વામી વિવેકાનંદે આ સ્થળની યાત્રા બાદ શ્રદ્ધાળુઓને સંબોધતા કહ્યાં હતાં. સ્વામી વિવેકાનંદ આ સ્થળથી ઘણા જ અભિભૂત થયા હતાં. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એસ. રાધાકૃષ્ણને રામેશ્વરમ મંદિરને અદભુત સ્થાપત્યકળા અને પરંપરાની પ્રેરણાના સમન્વય તરીકે ઓળખાવ્યું છે.

અહેવાલ: પરેશ ચૌહાણ

દારુકાવનમાં આવેલું જ્યોતિર્લિંગ એટલે હાલનું નાગેશ્વર જ્યોતિર્લિંગ

$
0
0

વિક્રમ સંવત શ્રાવણ માસ દરમિયાન આકાશ ગંગામાના  શ્રવણ- નક્ષત્રનું તેજ પૃથ્વી પર સીધું પડતું હોય, એટલે જ દેવોનાં દેવ મહાદેવ શિવજીના અતિપ્રિય માસનું નામ શ્રાવણ પડ્યું. એક માન્યતા મુજબ, શિવજી ભગવાનને પતિ તરીકે પામવા હિમાલય પુત્રી પાર્વતીજીએ શ્રાવણમાસમાં આકરી તપશ્ચર્યા કરી અને ત્યારે જ શિવજી પાર્વતીજી પર પ્રસન્ન થઈને શ્રાવણ માસને શ્રેષ્ઠતા આપી.

ગુજરાત એટલે ધાર્મિક ભૂમિ, અનેક શક્તિ પીઠો અને બે જ્યોતિર્લિંગો ધરાવતા ગુજરાતમાં મોટા ભાગના મંદિરો અદ્ભૂત અને સમૃદ્ધ છે. ગુજરાત એ સંતોની પણ પાવન ભૂમિ છે. ભક્તિ સંપ્રદાય અને નાથ સંપ્રદાય એ ગુજરાતની આગવી વિશેષતા છે. મંદિરોની વાત કરતાં હોઈએ તો ગુજરાતના નાગેશ્વર જ્યોતિર્લિંગને કેમ ભૂલી શકાય!! તો આજે શ્રાવણ સ્પેશિઅલમાં આવો જાણીએ ભગવાન શિવના નાગેશ્વર જ્યોતિર્લિંગ વિશે….

હિન્દૂ ધર્મ અનુસાર નાગેશ્વરનો અર્થ થાય નાગ (સાપ)ના ઈશ્વર, જે વિષ આદિથી બચવાનો સાંકેતિક પણ છે. રુદ્ર સંહિતામાં આ ભગવાનને દારુકાવને નાગેશં કહેવામાં આવ્યાં છે. દ્વાદશ જ્યોતિર્લિંગમાં ભૌગોલિક સ્થાન અંગેના શ્લોકમાં નાગેશં દારુકાવનનો ઉલ્લેખ આવે છે. આ દારુકાવનમાં આવેલું જ્યોતિર્લિંગ એટલે ગુજરાતના દ્વારકા જિલ્લાના દ્વારકાપુરી મંદિરથી 16 કિમીના અંતરે આવેલું નાગેશ્વર જ્યોતિર્લિગ. દ્વારકામંદિરથી બેટ દ્વારકા જતાં રસ્તામાં જ આવે છે.

નાગેશ્વર જ્યોતિર્લિંગ અંગેની કથા

પ્રાચીનકાળમાં પશ્ચિમ સમુદ્રના કિનારે દારુક નામનું એક વન હતું, જેમાં દારુકા નામની રાક્ષસી તેના પતિ સાથે રહેતી હતી. દારુકાએ દેવી પાર્વતીને પ્રસન્ન કરીને તેમની પાસે વરદાન પ્રાપ્ત કર્યું. વરદાન મેળવીને દારુકાને ઘણું જ અભિમાન આવી ગયું. દારુકા રાક્ષસી સોળ યોજન વનમાં રહેતી હતી. સમુદ્રના રસ્તે જતા વટેમાર્ગુઓ કે પ્રવાસીઓને દારુકા પકડીને લૂંટી લેતી અથવા મારી નાખતી.

એક વખત દારુકા રાક્ષસીએ નૌકાઓના એક મોટા કાફલાને પકડીને તમામને કેદી બનાવ્યા. આ કાફલામાં સુપ્રિય નામનો એક વણિક પણ હતો. સુપ્રિય ભગવાન શિવનો પરમભક્ત હતો અને જેલમાં પણ શિવજીના પાર્થિવ લિંગની પૂજા કરતો હતો. સુપ્રિયે બીજા કેદીઓને પણ મંત્રોથી શિવજીની પૂજા કરતાં શિખવ્યું. પરિણામ સ્વરૂપ તમામ કેદીઓ શિવપૂજા કરવા લાગ્યાં. સુપ્રિયને શિવજી પર અપાર શ્રદ્ધા હતી. સુપ્રિય હંમેશા તેના સાથીઓને કહેતો કે જેલમાં રહેવાનું થયું તેમાં પણ શિવજીની કૃપા છે. આથી પ્રેમથી શિવજીનું ભજન અને પૂજન કરો. શિવજીની શ્રદ્ધાથી ભક્તિ કરવાથી સારું જ પરિણામ આવશે.

દારૂકા રાક્ષસીએ બંદિવાન બનાવેલા લોકો કેદખાનામાં સુખેથી રહેવા લાગ્યાં. એ સમયે એક ઘટના બની. સુપ્રિય જ્યારે શિવજીનું પૂજન કરી રહ્યો હતો, ત્યારે તેને શિવજીનું સુંદર રૂપ દેખાયું. જેલની ચોકી કરી રહેલા એક રાક્ષસે પણ આ જોયું અને તેણે દારુકાને વાત કરી. તમામ રાક્ષસ સૈનિકો કેદખાનામાં એકત્ર થઈ ગયા અને સુપ્રિયને પૂછ્યું કે, સાચુ બોલ તું કોની પૂજા કરે છે? જો તું સાચું નહીં બોલે તો તેને મારી નાખીશું. સુપ્રિયે સામે ઉતર આપ્યો કે પોતે કશું જ જાણતો નથી. આથી દારુકા વધારે ક્રોધિત થઈ અને તેણે સૈનિકોને સુપ્રિયને મારી નાખવાનો આદેશ આપ્યો. આથી સુપ્રિયે આ સંકટમાંથી ઉગારી લેવા શિવજીને પ્રાર્થના કરી. સુપ્રિયની પ્રાર્થના સાંભળી, જમીનમાંથી અચાનક એક સુંદર મંદિર નીકળ્યું, જેમાં જ્યોતિસ્વરૂપે ભગવાન શંકર તેમના પરિવાર સાથે બિરાજમાન હતાં. સુપ્રિયે શિવજીને પ્રણામ કર્યા અને તેનું પૂજન કર્યું. શિવજીએ પ્રસન્ન થઈને સુપ્રિયને અભયદાન આપ્યું. અને રાક્ષસોનો નાશ કર્યો. આમ નાગભૂમિમાં શિવજી પ્રગટ થયાં હોવાથી આ સ્થળ નાગેશ્વરના નામથી પ્રસિદ્ધ થયાં.

નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરનો પુનરોદ્ધાર

થોડા વર્ષો પહેલા સુધી નાગેશ્વર જ્યોતિર્લિંગ એક નાની દેરી જેવા મંદિરમાં જ વિધમાન હતું. ભારતમાં ઓડિયો કેસેટ ક્ષેત્રે ક્રાંતિ લાવનારા સુપર કેસેટ્સ ઈન્ડસ્ટ્રીના માલિક સ્વ. ગુલશન કુમારે આ મંદિરના જિર્ણોદ્ધારનું કાર્ય 1996માં શરુ કરાવ્યું, આ વચ્ચે તેમનું મૃત્યું થઈ જવાને કારણે એમના પરિવારે આ મંદિરનું કાર્ય પૂર્ણ કરાવ્યું હતું. વર્ષ 2002માં નાગેશ્વર જ્યોતિર્લિંગના નવનિર્મિત મંદિરનું કાર્ય સંપૂર્ણ થયું. મંદિરના નિર્માણમાં લગભગ 1.25 કરોડનો ખર્ચ થયો હતો જે ગુલશનકુમાર ચેરીટેબલ ટ્રેસ્ટે આપ્યો હતો.

નાગેશ્વર જ્યોતિર્લિગનું હાલનું મંદિર ઘણું જ વિશાળ છે. મુખ્ય મંદિરની બાજુમાં જ શિવજીની ધ્યાનસ્થ મુદ્રામાં 125 ફૂટ ઊંચી અને 25 ફૂટ પહોળી ભવ્યમૂર્તિ પણ આવેલી છે. ભગવાન શિવજીની આ વિશાળ મૂર્તિના બે કિલોમીટર દૂરથી ભક્તોને દર્શન થાય છે. આ મૂર્તિ ખુબજ સુંદર હોવાની સાથે ભક્તોનું મન મોહી લે છે. મંદિરનો મુખ્યદ્વાર સાધારણ પણ સુંદર છે. આ દ્વારમાંથી પ્રવેશ કરતાં જ સામે લાલ રંગનું નાગેશ્વર મહાદેવનું મંદિર છે. મુખ્ય મંદિર પહેલા એક સભાગૃહ છે જ્યાં પૂજન સામગ્રીની નાની દુકાનો લાગેલી છે.

નાગેશ્વર જ્યોતિર્લિંગમાં પૂજાવિધિ

નાગેશ્વર જ્યોતિર્લિંગના ગર્ભગૃહમાં પ્રવેશની અનુમતિ માત્ર એ જ શ્રદ્ધાળુઓને હોય છે જેઓ અભિષેક કરાવે છે. અહીં અભિષેક માત્ર ગંગાજળથી જ થાય છે તથા અભિષેક કરનાર ભક્તોને મંદિર સમિતિ તરફથી ગંગાજળ નિશુલ્ક આપવામાં આવે છે. ગર્ભગૃહમાં પૂજાવિધિ માટે પુરૂષો ધોતી પહેરીને જ અંદર પ્રવેશી શકે છે. આ મંદિરમાં પૂજાવિધિમાં નાગ-નાગણ સ્વરૂપના શિવ-પાર્વતીની પૂજા કરવાનો મહિમા પ્રચલિત છે.

ગર્ભગૃહ સભામંડપથી નીચલા સ્તર પર સ્થિત છે. જ્યોતિર્લિંગ મધ્ય મોટા આકારનું છે, જેના પર ચાંદીનું એક આવરણ ચઢાવેલું રહે છે. જ્યોતિર્લિંગ પર જ એક ચાંદીના નાગની આકૃતિ બનેલી છે. જ્યોતિર્લિંગની પાછળ માતા પાર્વતિની મૂર્તિ સ્થાપિત છે.

શાસ્ત્રોક્ત આધાર

નાગેશ્વર નામથી બે અન્ય શિવલિંગોની પણ ચર્ચા ગ્રંથોમાં છે. જૂદા જૂદા મંતાતર અનુસાર આ લિંગોને પણ કેટલાક લોકો નાગેશ્વર જ્યોતિર્લિંગ કહે છે. એમાંથી એક નાગેશ્વર જ્યોતિર્લિંગ નિઝામ હૈદરાબાદ આંધ્રપ્રદેશમાં છે, જ્યારે બીજું ઉત્તરાખંડના અલ્મોડામાં યોગેષ અથવા જોગેશ્વર શિવલિંગ નામથી પ્રસિદ્ધ છે.  પરંતુ દ્વારકા પાસેના નાગેશ્વર જ્યોતિર્લિંગના ભૌગોલિક સ્થાન અંગે શાસ્ત્રોક્ત આધાર મળી રહે તેવા નક્કર પુરાવાઓ થોડા સમય પહેલાં બહાર આવ્યા છે. ઉદાહરણ તરીકે નાગેશ્વર નામ શા માટે પડ્યું હશે? વિદ્વાનોના મતે નાગનાથ કે જાગેશ્વર સ્થળોની આસપાસ તેવા સબળ પુરાતત્વીય કે ઐતિહાસિક પુરાવાઓ નથી, જે દ્વારકા પાસેના નાગેશ્વર પાસે છે.

ઈ.સ. પૂર્વે પાંચમી સદીના પ્રસિદ્ધ વ્યાકરણાચાર્ય પાણિનિના ગણપાઠમાં કચ્છ, સૌરાષ્ટ્ર અના આનર્ત નામાનો ઉલ્લેખ છે. એક પ્રમાણ એવું પણ મળ્યું છે કે, દ્વારકા ક્ષેત્રમાં આર્યોના આગમન પૂર્વે નાગો (સાપો)નો વસવાટ હતો. પાતાળમાં વસતા નાગ સમુદ્રમાંથી આવીને આ ક્ષેત્રમાં વસવાટ કરતા હતાં. વેદોમાં પણ આવો ઉલ્લેખ જોવા મળે છે.

સ્કંદપુરાણના કુમારિકાખંડના વર્ણનોમાં પાતાળપુરીને અતિસમુદ્ધ મહેલો તથા અલંકારો અને રૂપવાન નાગકન્યાઓથી સભર બતાવવામાં આવી છે. આ પ્રદેશમાં વસવાટ કરતી નાગ જાતિ દ્વારકા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના સંપર્કમાં હોવાનું માનવામાં આવે છે. દ્વારકાને કુશસ્થળી તરીકે પણ ઓળખવામાં આવે છે. યદુવંશના સ્થાપક રાજા યદુના લગ્ન ચૌમ્રવર્ણની પાંચ નાગકન્યાઓ સાથે થયાં હતાં. કુશસ્થળીનો રાજા રૈવત પણ મૂળરૂપે તક્ષક નાગ જ હતો, પરંતુ બ્રાહ્મણના આશિર્વાદથી તે રાજા બન્યો હતો, તેવું વિવરણ સ્કંદપુરાણના પ્રભાસખંડમાં જોવા મળે છે. પુરાતત્વવિદોને દ્વારકા પ્રદેશમાં નાગોના અવશેષો આજે પણ મળી રહ્યા છે. શિવપુરાણ અનુસાર આ પ્રદેશનું એક પ્રસિદ્ધ નામ દારુકાવન હતું. જ્યાં નાગોનો વસવાટ હતો. આર્યોએ તેમને વર્ણાશ્રમ ધર્માનુયાયી બનાવ્યા અને નાગેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના કરી.

મંદિર સમય સારણી

મંદિર સવારે 5 વાગ્યે પ્રાત: આરતી સાથે ખુલ્લે છે. સામાન્ય લોકો માટે મંદિર સાવરે 6 વાગ્યે ખુલ્લે છે. સાંજે 4 વાગ્યે શ્રંગાર આરતીના ભક્તો દર્શન કરી શકે છે. ત્યારબાદ ગર્ભગૃહમાં પ્રવેશ બંધ થઈ જાય છે. શયન આરતી સાંજે 7 વાગ્યે થાય છે અને રાતના 9 વાગ્યે મંદિર બંધ થઈ જાય છે.

નાગેશ્વર મંદિરની સમીપના દર્શનીય સ્થળ

મુખ્ય મંદિરથી ત્રણ કિલોમીટર દૂર ગોપી તળાવ છે. આ તળાવમાં પીળા રંગની માટી છે, જેને ગોપીચંદ કહેવામાં આવે છે. અહીં નજીકમાં જ ધર્મશાળ પણ છે જેમાં નાગેશ્વર મંદિરે આવેલા શ્રદ્ધાળુઓ માટે રહેવાની વ્યવસ્થા છે. આ ઉપરાંત અહીં ગોપીનાથજીનું મંદિર તથા વલ્લભાચાર્યજીની બેઠક તથા રાધા-કૃષ્ણનું મંદિર પણ આવેલું છે.

!! ઓમ નમ:શિવાય  !!

Viewing all 715 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>